Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

બાર એસો.ની ચુંટણીમાં કારોબારી ઉમેદવાર જીજ્ઞેશ સભાડને પ્રચંડ ટેકો

રાજકોટ તા. ૧૯ : આગામી તા.ર૧/૧ર/ર૦૧૮ ના રોજ યોજાનારી બાર એસોશિએશનની ચુંટણીમાં કારોબારી સભ્ય તરીકે રાજકોટના યુવા એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડે દાવેદારી નોંધાવી છે તેઓ વર્ષ ર૦૧૬ થી રાજકોટ બાર એસોશિએશનના સભ્ય છે. અને રાજકોટ જાણીતા સીનીયર એડવોકેટ રોહીતભાઇ બી.ઘીયા સાથે જુનીયર એડવોકેટ તરીકે કારકિર્દિની શરૂઆત કરેલ હાલ ક્રિમીનલ ક્ષેત્રમાં જાહિદ એન.હિંગોરા તેમજ રણજીત મકવાણા સાથે સ્વતંત્ર પ્રેકટીસ કરે છે. રાજકોટ બાર એસોશિએશનના તમામ બારોએ તેમની દાવેદારીને આવકારી છે. પોતાના મળતાવડા સ્વભાવને લીધે ટુંકા સમયમાં બહોળો મિત્ર વર્ગ ધરાવતા જીજ્ઞેશ એમ. સભાડ વકીલ મિત્રોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત લડત શૈલીના લીધે તેઓ વકીલ મંડળના હિતોના રક્ષણ માટે એકટીવ હોવાથી તેઓએ એકટીવ પેનલ તરફથી કારોબારી સભ્યની દાવેદારી નોંધાવી છે રાજકોટ બાર એશોસિએશનના વર્ષ-ર૦૧૯ ની ચુંટણીમાં તેમને રાજકોટના બારના ક્રિમીનલ બાર રેવન્યુબાર સહિતના તમામ બાર તરફથી તેમની ઉમેદવારીને આવકારી છેલડાયક કાર્યશૈલી અને અસત્ય સામે હિંમતભેર લડવાની તેમની શૈલી તેઓને બીજાથી અલગ પાડે છે. રાજકોટ બારની વર્ષ ર૦૧૯ ની ચુંટણીમાં જોમ, જુસ્સાથી લડતા એકટીવ પેનલમાં યુવા એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડને જંગી બહુમતીથી ચુંટી કાઢવા વકીલ મિત્રોને અનુરોધ કરવામાં આવે છે.

(3:56 pm IST)