Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

રાધાકૃષ્ણ સોસાયટીમાં મેહુલ કાંજીયાના મકાનમાં પત્તા ટીંચતા પાંચ શખ્સો પકડાયા

ભકિતનગર પોલીસનો દરોડો : પાંચેય શખ્સો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઇ

રાજકોટ, તા.૧૯ : જંગલેશ્વર મેઇન રોડ પર રાધાકૃષ્ણ સોસાયટીના મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ જંગલેશ્વર મેઇન રોડ રાધાકૃષ્ણનગર શેરી નં.પમાં મેહુલ વહાણભાઇ કાંજીયા (ઉ.વ.૩૮) પોતાના મકાનમાં જુગાર રમાડતો હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા વાલજીભાઇ જાડાને બાતમી મળતા પી.આઇ. જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.બી. પટેલ, હેડ કોન્સ. રણજીતસિંહ, મનરૂપગીરી, સલીમભાઇ મકરાણી, ભાવેશભાઇ, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, મનીષભાઇ તથા રણજીતસિંહ જાડેજા સહિતે દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક મેહુલ કાંજીયા તથા રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં.૩રના મોહસીન રસુલભાઇ પઠાણ (ઉ.વ.ર૮), જંગલેશ્વર શેરી નં.૩૩ના મામદ અજીતભાઇ ચુડાસમા (ઉ.વ.ર૯), અસ્લમ કરીમભાઇ લીંગડીયા (ઉ.વ.ર૬) અને અફરોઝ અજીતભાઇ કુકડ (ઉ.વ.૧૯)ને પકડી લઇ રૂ.૧૦,૧૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. પોલીસે પાંચેય સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

રૂખડીયાપરામાં જુગાર રમતા ચાર પકડાયા

રૂખડીયાપરા ખાડામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પ્રનગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી. પટેલ, હેડ કોન્સ. દેવશીભાઇ, વિજયરાજસિંહ, કુલદીપસિંહ, અક્ષયભાઇ, અશોકભાઇ, મહાવીરસિંહ સહિતે દરોડો પાડી તીનપતિનો જુગાર રમતા વિનોદનગર આવાસ યોજના બ્લોક નં.૬ના આમદભાઇ શરીફભાઇ રાઉમા (ઉ.વ.પ૦), રૂખડીયાપરા શેરી નં.૩ના અયુબ ફકીરમહંમદભાઇ જામ (ઉ.વ.પ૪), રૂખડીયાપરા શેરી નં.૭ના બશીર ઇસ્માઇલભાઇ શેખ (ઉ.વ.પ૬) અને અબ્દુલ ભુરાભાઇ ભાણુ (ઉ.વ.૪૭)ને પકડી લઇ રૂ.૧૦,૧૬૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(3:33 pm IST)