Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

પત્નિ જતી રહેતાં રેલનગરના સુનિલે પોપટપરાની ફૂટપાથ પર ઝેર પી લીધું

રાજકોટ તા. ૧૯: રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ કવાર્ટર નં. જી-૪૦૫માં રહેતાં અને છુટક મજૂરી કરતાં સુનિલભાઇ પ્રકાશભાઇ દાવડા (ઉ.વ.૪૦) નામના યુવાને પોપટપરા મેઇન રોડ પરની ફૂટપાથ પર ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. સુનિલભાઇએ મુળ રાજસ્થાનની યુવતિ સાથે લગ્ન કર્યા છે. થોડા સમય પહેલા પત્નિ બે બાળકોને લઇને જતી રહી હોઇ તેના કારણે આઘાત લાગતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

(3:14 pm IST)