Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

મોટી વાજડીમાં ફટાકડાના તિખારાથી ભડકો થતાં દાઝેલા ચંદ્રીકાબેનનું મોત

૧૦મીએ સાંજે સ્ટવમાં કેરોસીન પુરતા હતાં એ વખતે જ તીખારો આવતાં ભડકો થયો'તોઃ સારવારમાં દમ તોડ્યોઃ બે પુત્ર મા વિહોણા

રાજકોટ તા. ૧૯: લોધીકાના મોટી વાજડી ગામે રહેતાં ચંદ્રીકાબેન ઉદયભાઇ બાટા (ઉ.વ.૨૮) તા. ૧૦ના સાંજે છએક વાગ્યે ઘરમાં સ્ટવમાં કેરોસીન પુરી રહ્યા હતાં એ વખતે બહાર ફટાકડા ફુટતાં હોઇ તિખારો ઘરમાં આવતાં ભડકો થતાં દાઝી ગયા હતાં. સારવાર દરમિયાન તેણીએ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

સિવિલ હોસ્પિટલમાં ચંદ્રીકાબેને બુધવારે દમ તોડ્યો હતો. ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનારના લગ્ન નવ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પતિ ઉદયભાઇ નાજાભાઇ બાટા કારખાનામાં કામ કરે છે. બનાવથી બે પુત્ર માતા વિહોણા થઇ જતાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(3:12 pm IST)