Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

રાજકોટ જિલ્લા રવિવાર સુધી વાતાવરણ સુકું અને વાદળછાયું રહેશે

સવારનું તાપમાન ૧૫ થી ૧૬ ડીગ્રી અને દિવસનું તાપમાન ૩૩ થી ૩૫ ડીગ્રી રહેશે

રાજકોટઃ ભારત સરકારના ગ્રામીણ કૃષિ હવામાન સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા હવામાન ખાતા તરફથી મળેલ માહિતી અનુસાર રાજકોટ જીલ્લામાં આગામી તા.૧૮ થી તા.૨૨ દરમ્યાન હવામાન સુકું અને વાદળછાયું રહશે.

આ સમય ગાળામાં  મહતમ તાપમાન દિવસ  દરમ્યાન ૩૩-૩૫ ગ્રીસેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૧૫-૧૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્ત્।મ અને લઘુતમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૨૭-૪૨ અને ૧૩-૨૦ રહેશે. પવનની દિશા ઈશાનની રહેવાની અને પવનની ઝડપ ૧૫થી૧૯ કીમી/કલાક રહેવાની શકયતા છે.

(2:33 pm IST)