Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ભગવતીપરામાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ પકડાયા

ઇકબાલ, રજાક, યુનુસ, ઉમર અને ઇકબાલની ધરપકડ

રાજકોટ : ભગવતીપરામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બી ડીવીઝન પોલીસ મથકના કોન્સ હેમેન્દ્રભાઇ, પરેશભાઇ અને સંજયભાઇને બાતમી મળતા પીઆઇ એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફે ડામોર, એએસઆઇ સલીમભાઇ, હેડ કોન્સ મનોજભાઇ, અજયભાઇ, સિરાજભાઇ, જયદિપસિંહ, હેમેન્દ્રભાઇ, પરેશભાઇ, સંજયભાઇ, ચાંપરાજભાઇ, મિતેશભાઇ, મનોજભાઇ સહિતે ભગવતીપરામાં  દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ભગવતીપરા આશાબા બબીપીરની દરગાહ પાસે રહેતા ઇકબાલ કાસમભાઇ સોરા (ઉવ.૪૫), ઇકબાલ જુમાભાઇ હિંગરોજા (ઉવ.૩૪), રજાક હુસેનભાઇ બેલીમ (ઉવ.૪૨), યુનુસ આમદભાઇ બુકેશ (ઉવ.૪૫) અને ઉમર અલીભાઇ સોરા (ઉવ.૬૦)ને પકડી લઇ રૂ.૧૦,૭૦૦ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

(2:33 pm IST)