Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

જૂના માર્કેટ યાર્ડ પાસેથી ઇકોમાં ૫૦૦ લીટર દેશી દારૂ સાથે જેન્તી પકડાયો

રાજકોટઃ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પી. આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ.યુ.બી.જોગરાણા, એએસઆઇ સી.એમ.ચાવડા, હેડ કોન્સ સંતોષભાઇ, જયંતીભાઇ, અભીજીતસિંહ, ઇન્દ્રજીતસિંહ, કરણભાઇ, અશોકભાઇ, સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ ચેતનભાઇ ચાવડા તથા કરણભાઇ મારૂને મળેલી બાતમીના આધારે જૂના માર્કેટીંગ  યાર્ડ પાસે સર્વિસ રોડ પરથી જી.જે.૩.ઇઆર. ૯૨૦૮ નંબરની ઇકો કારને શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી રૂ.૧૦ હજારની કિંમતનો ૫૦૦ લીટર દેશી દારૂ મળી આવતા ચોટીલાના પાટડી ગામના જેન્તી અમરાભાઇ સાગઠીયા (ઉ.વ.૪૩)ને પકડી લઇ પાટડીના અનકુ વલકુભાઇ ખાચરની શોધખોળ હાથ ધરી છે. જેન્તી અગાઉ કુવાડવા રોડ પોલીસ મથકમાં દેશી દારૂ સાથે પકડાઇ ચૂકયો છે.

(2:31 pm IST)