Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કેમીસ્ટ એસોસીએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજાની ધરપકડના વિરોધમાં આજે બપોર પછી રાજકોટની દવા બજાર બંધ

રાજકોટ : કેમીસ્ટ એસોસીએશન રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજાની પોલીસ દ્વારા થયેલી ધરપકડના વિરોધમાં તથા ન્યાયીક તપાસની માંગણી અર્થે આજે બપોરે ૩ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી રાજકોટની દવા બજાર સંપૂર્ણ બંધ રહેશે : કેમીસ્ટ એસોસીએશન રાજકોટના મંત્રી અનિમેશભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર ધરપકડની બાબતે ન્યાયીક તપાસ થાય તે માટે આજરોજ સાંજે ૪ કલાકે કેમીસ્ટ એસોસીએશન રાજકોટના હોદ્દેદારો દ્વારા રાજકોટના કલેકટરશ્રી રેમ્યા મોહન તથા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રાવલ તે બંનેને આવેદન પણ પાઠવવામાં આવનાર છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રહેતા જતીનભાઈ શેઠ નામના વ્યકિતએ કેમીસ્ટ એસોસીએશન રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજાની વિરૂદ્ધમાં ફરીયાદ કરી હતી કે મયુરસિંહે તેઓના ફલેટનો ગેરકાયદેસર રીતે કબ્જો લઈ લીધો હતો. તેવી બાબત અનીમેષભાઈ દેસાઈ દ્વારા જાણવા મળે છે. આ બાબતની ન્યાયીક તપાસની માંગણી અર્થે દવા બજાર બંધ રહેશે. કોઈપણ દર્દીને ઈમરજન્સીમાં દવાની જરૂરત હોય તો કેમીસ્ટ એસોસીએશન દ્વારા બે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે. સમગ્ર રાજકોટમાં દવા બજારમાં રીટેલર તથા હોલસેલર્સ થઈને કુલ ૧૦૦૦ જેટલા દવાના ધંધાર્થીઓ છે.  (અમિત મજેઠીયા - મો.૯૮૨૪૩ ૨૭૨૭૯, ૮૨૦૦૮ ૯૫૯૮૫, અંકિત આનંદમયી - ૯૮૨૫૦ ૮૧૩૬૦, જીસી - ૯૮૭૯૬ ૦૮૦૮૮, શિવમ નિમેષ - ૯૮૨૪૦ ૬૩૭૫૫)

(1:26 pm IST)