Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

દિપાવલી પર્વમાં 'ધોકો' : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં બે દિવસ દિવાળી અને બે દિવસ બેસતા વરસની ઉજવણી

રાજકોટ,તા. ૧૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં દિપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી હતી છે.દિપાવલી પર્વમાં 'ધોકો' આવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ દિવાળી અને બે દિવસ બેસતા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જયારે  રવિવારે અમુક શહેરોમાં બેસતા વરસની તો અમુક શહેરોમાં 'ધોકો'ના કારણે ખાલી દિવસ રાખવામાં આવ્યો હતો. જેના કારણે આ પડતર દિવસના લોકોએ ખરીદી કરી હતી અને રાત્રિના સમયે ફટાકડાની મોજ માણી હતી. જયારે બેસતા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.કોરોના મહામારી ને કારણે આ વર્ષે સામૂહિક સ્નેહમિલન કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જેના કારણે ટેલિફોનિક તથા સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં બેસતા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જયારે બાકી રહેતા વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આવી રીતે આ વર્ષે દિપાવલી પર્વમાં બે દિવસ નૂતન વર્ષ અને બે દિવસ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

(12:17 pm IST)