Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કુબલીયાપરા મચ્છી ચોક પાસે રમીનો જુગાર રમતા ૪ ઝડપાયા

સંદીપ ઉર્ફે શંકરો, જીવા માજોઠી, મયુર અને રણજીતની ધરપકડ : જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ

રાજકોટ તા. ૧૯ : શહેરના કુબલીયાપરા મચ્છી ચોકમાં થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રમીનો જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કુબલીયાપરામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની થોરાળા પોલીસ મથકના કોન્સ. વિજયભાઇ મેતા, રમેશભાઇ તથા કિરણભાઇને બાતમી મળતા પીઆઇ જી.એમ.હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.એસ.ગઢવી, હેડ કોન્સ. ભૂપતભાઇ, શૈલેષભાઇ, નરસંગભાઇ, વિજયભાઇ, જયદીપભાઇ, કિરણભાઇ, સહદેવસિંહ, યુવરાજસિંહ અને રમેશભાઇ સહિતે કુબલીયાપરા મચ્છી ચોક પાસે દરોડો પાડી જાહેરમાં રમીનો જુગાર રમતા કુબલીયાપરા-૫ના સંદીપ ઉર્ફે શંકરો કાનજીભાઇ સોલંકી (ઉ.વ.૩૯), માજોઠીનગર મેઇન રોડ પરના જીવા કરસનભાઇ માજોઠી (ઉ.વ.૬૫), લક્ષ્મીનગર નાલા પાસે મૂળ કોડીનારનો મયુર સુનીલભાઇ પંડયા (ઉ.વ.૪૦), કુકાવાના વડીયાનો રણજીત ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.૨૪)ને પકડી લઇ રૂ. ૧૫૦૨૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. પોલીસે ચારેય સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.(૨૧.૧૪)

 

(9:20 am IST)