Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

કહો દિલ સે કમલેશ મિરાણી ફિર સે... શહેર ભાજપ પ્રમુખ પદે રીપીટ કરવા કાર્યકરોની દિલની લાગણી

રાજકોટમાં ભાજપનો ગઢ જાળવી રાખવા કાબીલેદાદ કામગીરી : કાર્યકરોમાં પણ લોકપ્રિય

રાજકોટ, તા. ૧૯ : શહેર ભાજપના પ્રમુખપદે કમલેશ મિરાણીને યથાવત રાખવા કાર્યકરોમાં માંગણી ઉઠી છે. કાર્યકરોમાં તેઓ ભારે લોકપ્રિય છે અને શહેર ભાજપના ગઢને મજબૂત બનાવવા તેઓએ મહત્તમ ભાગ ભજવ્યો છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર સહિત ચાર મહાનગરો અને તેના જિલ્લા ઉપરાંત કુલ ૧૧ ગ્રામ્ય જિલ્લા અને મહાનગરોના પ્રમુખ, મહામંત્રીઓના નામો ફાઈનલ કરવા શહેર ભાજપ કાર્યાલય ખાતે આજરોજ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

આ લખાય છે ત્યારે પ્રદેશ નિરીક્ષક તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગોરધનભાઈ ઝડફીયા અને હર્ષદભાઈ ગોસ્વામી કાર્યકરોનો મત લઈ રહ્યા છે. નિરીક્ષકો કાર્યકરોને સાંભળી તેનો અહેવાલ બનાવી હોદ્દેદારોના નામોનું લીસ્ટ બનાવી સત્તાવાર રીતે જાહેર કરશે.

રાજકોટ શહેર પ્રમુખપદ માટે પણ નામની ઘોષણા કરવામાં આવનાર છે ત્યારે હાલના પ્રમુખ કમલેશ મીરાણીને જ પ્રમુખપદ તરીકે યથાવત રાખવા કાર્યકરોમાં લાગણી ઉઠી હોવાનું જાણવા મળે છે.

(3:42 pm IST)