Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

'ડમ-ડમ' થઇને વાહન હંકારનારા અને છરી સાથે રાખી નીકળતાં શખ્સો વિરૂધ્ધ પોલીસની ડ્રાઇવઃ ૯ ઝપટે ચડ્યા

દારૂ પી વાહન હંકારતા ચાર શખ્સો અને છરી રાખીને નીકળેલા પાંચ શખ્સો ઝપટે ચડ્યાઃ તમામ પોલીસ મથકના ઇન્ચાર્જ અને ટીમોનું ઠેર-ઠેર ચેકીંગ

રાજકોટ તા. ૧૯: શહેર પોલીસે ગત રાતે અચાનક જ દારૂ પી વાહન હંકારતા અને સાથે છરી સહિતના હથીયારો રાખીને નીકળતાં શખ્સોને શોધી કાઢી કાર્યવાહી કરવા ડ્રાઇવ યોજી હતી. જેમાં આઠ શખ્સો પકડાયા હતાં. આ આઠમાં ચાર શખ્સો ડમ-ડમ હાલતમાં વાહન હંકારતા અને ચાર છરી સાથે ઝપટે ચડી ગયા હતાં.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની અને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ આ ડ્રાઇવ યોજવા સુચના આપતાં તમામ એસીપીની રાહબરીમાં પોલીસ મથકોના ઇન્ચાર્જ અને તેની ટીમોએ પોત પોતાના વિસ્તારોના મુખ્ય ચોક, રસ્તાઓ પર વાહન ચેકીંગ શરૂ કર્યુ હતું. બ્રેથ એનલાઇઝરની મદદથી જે તે વાહન ચાલક દારૂ પીધેલો છે કે કેમ? તેની તપાસ કરવામાં આવી હતી.

આ ડ્રાઇવમાં ચુનારાવાડ ચોક પાસે લાકડાના કારખાના નજીકથી ગોવિંદ રણછોડભાઇ સાપરીયા (ઉ.૬૬-રહે. હુડકો આશાપુરા સોસાયટી-૩)ને થોરાળા પી.આઇ. એસ. એન. ગડુ અને ટીમએ છરી સાથે, ગાંધીગ્રામ-૨ના પીઆઇ આર.એસ. ઠાકર અને ટીમે રૈયા રોડ બાપા સિતારામ ચોકમાંથી દારૂ પી એકટીવા જીજે૦૩જે-૦૭૭૦ હંકારીને નીકળેલા અલ્કાપુરી-૧ના વિજય વૃજલાલ ઉમરાણીયા (ઉ.૪૩)ને, તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારા અને ટીમે દારૂ પી વાહન હંકારતા અને છરી સાથે ત્રણને પકડ્યા હતાં. જેમાં ભાવેશ રવજીભાઇ સરવૈયા (ઉ.૨૧-રહે. પુનિતનગર હાઉસીંગ બોર્ડ), હસમુખ પ્રેમજીભાઇ મકવાણા (ઉ.૨૯-રહે. વાવડી મેલડી માતાના મંદિર પાસે) અને વિક્રમ મોહનભાઇ ગજીયા (ઉ.૪૦-રહે. પુનિતનગર રામદેવ ડેરી સામે)ને પકડી લઇ રિક્ષા જીજે૦૩બીએકસ-૦૭૪૫ તથા એકટીવા જીજે૦૩ડીએ-૬૪૨૨ કબ્જે કર્યા હતાં. ગાંધીગ્રામ પી.આઇ. વી. વી. ઓડેદરા અને ટીમે રૈયાધાર શિવમ્ પાર્કના ધીરૂ મોહનભાઇ સાકરીયા (ઉ.૫૮)ને છરી સાથે તેમજ છાપરા ગામના દિગરાજસિંહ બચુભા જાડેજા (ઉ.૨૪)ને રિક્ષા નં. જીજે૦૩બીટી-૪૬૭૨ દારૂ પી હંકારતા મળી આવતાં ધરપકડ કરી હતી. ભકિતનગર પી.આઇ. વી.કે. ગઢવી અને ટીમે સોરઠીયાવાડી સર્કલ પાસેથી નિમેષ રમેશભાઇ કુબેર (ઉ.૩૧-રહે. મવડી રોડ લાભદીપ સોસાયટી)ને દારૂ પી જીજે૦૩કેજી-૨૩૧૮ નંબરનું બાઇક હંકારતા પકડ્યો હતો. આ ટીમે જ મુંજકા શ્રી સીટી ટાવરના જીજ્ઞેશ હરજીવનભાઇ પરમાર (ઉ.૩૨)ને જીજે૦૩જેએન-૧૦૦૭ નંબરનું વાહન દારૂ પી હંકારતા પકડી લીધો હતો.

(1:14 pm IST)