Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

શિક્ષણ સાથે સંસ્કારોના સિંચનને પ્રાધાન્ય જરૂરીઃ નરેન્દ્રસિંહ

રાજકોટ વસતા કુકડ ગામના ગોહિલ પરિવારોનું યોજાયુ દ્વિતીય વાર્ષિક સ્નેહમિલન

ગોહિલ પરિવાર : રાજકોટમાં વસવાટ કરતા અને અલગ - અલગ ક્ષેત્રમાં  કામગીરી કરતા ગોહિલ પરિવાર (કુકડ)નો દ્વિતીય સ્નેહ મિલન સમારંભ યોજાયો હતાં. જેની  તસ્વીરમાં કાર્યક્રમના અધ્યક્ષ નરેન્દ્રસિંહ જાડેજા (કાર્યકારી પ્રમુખ રાજકોટ જીલ્લા રાજપૂત સમાજ) સ્નેહ મિલન કાર્યક્રમ પ્રસંગે દિપ પ્રાગટય કરી રહ્યા છે. બન્ને સાઇડમાં કુકડ ગોહિલ પરિવાર (ગોવિંદાણી) નો ગ્રુપ ફોટો નીચેની તસ્વીરમાં કુકડના ગૌરવ સન્માન ડો. જનરસિંહ ગોહિલ તથા દેવેન્દ્રસિંહ ગોહિલનું સન્માન કરાયુ તેની તસ્વીર નીચેની તસ્વીરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના સભ્યો નજરે પડે છે. કાર્યક્રમમાં નરેન્દ્રસિંહ ગોહીલ (નિવૃત ડેપો મેનેજર) દશરથબા નરેન્દ્રસિંહ જાડેજા, હિનાબા બળવંતસિંહ ગોહિલ તથા ભાર્ગવીબા દેવેન્દ્રસિંહ ગોહિલ ખાસ ઉપસ્થીત રહ્યા હતાં.

રાજકોટ તા.૧૮: તાજેતરમાં ં રાજકોટ ખાતે વસવાટ કરતા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુકડ ગામ ના ક્ષત્રિય ગોહિલ પરિવાર ના આશરે ૫૦ જેટલા કુટુંબોનું સ્નેહ મિલન રાજકોટ ખાતે યોજવામાં આવેલ હતું.  જેમાં તમામ પરિવારના સભ્યો ઉપસ્થિત રહેલ હતા.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને   નરેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના કાર્યકારી પ્રમુખ) તથા તેમના ધર્મપત્ની શ્રીમતી દશરથબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત  નરેન્દ્ર સિંહ ગોહિલ (રીટાયર્ડ ડેપો મેનેજર,લ્વ્), ડો.જનકસિંહ ગોહિલ (જિલ્લા મહિલા અને બાળ અધિકારી, રાજકોટ), શ્રીમતી હિનાબા બળદેવસિંહ ગોહિલ( મહિલા સામાજિક કાર્યકર) અને શ્રીમતી ભાર્ગવીબા દેવેન્દ્રસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાન થી કરવામાં આવેલ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવેલ. મતી ભાર્ગવીબા દેવેન્દ્રસિંહ ગોહિલે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપેલ ત્યારબાદ નાના દીકરા દીકરીઓ દ્વારા ગોહિલ રાજપૂતોનો ઇતિહાસ, સંસ્કૃતિ,પરંપરા કુકડ ગામનો ઇતિહાસ વગેરે અંગે પ્રવચન આપેલ હતુ. ડો.જનકસિંહ ચંપકસિંહ ગોહિલ દ્વારા કુકડ ગામના શિક્ષણ અંગેની વિગતો રજુ કરેલ સાથે સાથે ભવિષ્ય માં રાજકોટમાં વસતા કુકડ ગામના કુટુંબો દ્વારા કુકડ ગામની દીકરીઓના અભ્યાસ, જરૂરિયાતમંદ વિધવાઓને સહાય અને યુવાનોમાં રોજગારી બાબતે આયોજન કરવા ઈચ્છા વ્યકત કરી હતી.

કાર્યક્રમના અધ્યક્ષ નરેન્દ્રસિંહ  જાડેજાએ પોતાના પ્રવચનમાં રાજકોટ જિલ્લા રાજપુત( ક્ષત્રિય )સમાજની પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત  ઘરમાં વહુને દીકરી સમાન માન-સન્માન આપવુ જોઇએ તેમજ યુવાનોમાં શિક્ષણની સાથે સાથે સંસ્કારોના  સિંચનને પ્રધાન્ય આપવા જણાવ્યુ હતુ. તેમજ સમાજના ગરીબ અને જરૂરિયાત મંદ બહેનોને પગભર બનાવવા જેવી બાબતો ઉપર ભાર મૂક્યો હતો. સાથે સાથે તેઓએ કુકડ ગામ સાથેની યાદો તાજી કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન  સિધ્ધરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કુકડ યુવા ટીમ સર્વશ્રી  દેવેન્દ્રસિંહ ભરતસિંહ ગોહિલ( કાર્યકારી પ્રમુખ, રાજકોટ જિલ્લા યુવા રાજપૂત સમાજ),  દિવ્યરાજસિંહ ગોહિલ (ભગતભાઈ)( રાજકોટ શહેર ભાજપ મંત્રી), ડો, જનકસિંહ ગોહિલ(જીલ્લા મહિલા અને બાળ અધિકારી, રાજકોટ),  મહેન્દ્રસિંહ બી ગોહીલ( પડવલા),  રામદેવસિંહ ગોહિલ  મહેન્દ્રસિંહ એમ ગોહિલ, દશરથસિંહ ભાદુભા ગોહિલ અને મહાવીરસિંહ ગોહિલ( ચામુંડા ટેલર),  ચંદ્રજીતસિંહ ગોહિલ,  ઇન્દ્રજીતસિંહ ગોહિલ,  દિગ્વિજયસિંહ ગોહિલ વગેરે એ જહેમત ઉઠાવેલ હતી.

(4:29 pm IST)
  • છેલ્લા ૫૦ વર્ષમાં ભારતના દરિયા કાંઠે દરિયો ૮.૫ સેન્ટીમીટર વધ્યો છે. access_time 6:07 pm IST

  • 7000 કરોડનું ટેક્સ રિફંડ માટે વોડાફોન અને આઈડિયાએ દબાણ કર્યું છે પરંતુ નવી જવાબદારીઓ આવી પડે તે ધ્યાને લઇ આવકવેરા ખાતું તે સ્વીકારવા હિચકિચાટ અનુભવે છે access_time 10:04 pm IST

  • રાજસ્થાનની શહેરી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં અત્યાર સુધીમાં કોંગ્રેસે ૯૬૧ બેઠકો જીતી પ્રચંડ વિજય મેળવ્યો છે. ભાજપ બીજા નંબરે ૭૩૭ વોર્ડોમાં જીતી છે .ચૂંટણી પંચે મોડી સાંજે જાહેર કર્યું છે. access_time 6:45 pm IST