Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ચાર દિ' પહેલા સગીરાને ભગાડી ગયેલા દિનેશને સુરેન્‍દ્રનગરથી પકડી લેવાયો

એસીપી પ્રદિપસિંહ જાડેજા, પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં ભક્‍તિનગર પોલીસની ટીમે ચોટીલના દેવીપૂજક શખ્‍સને પકડી સગીરાને વાલી સુધી પહોંચાડી

રાજકોટ તા. ૧૯: ભક્‍તિનગર પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાંથી ચોટીલા મફતીયાપરામાં રહેતો દિનેશ ધીરૂભાઇ ઉધરેજીયા (દેવીપૂજક) (ઉ.૨૦) નામનો શખ્‍સ ચાર દિવસ પહેલા એક સગીરાને ભગાડી ગયો હતો. આ મામલે પોલીસે અપહરણ અને પોક્‍સો હેઠળ ગુનો નોંધ્‍યો હતો. આ શખ્‍સને ભક્‍તિનગર પોલીસની ટીમે સુરેન્‍દ્રનગરના દુધરેજ રોડ પર નર્મદા કેનાલ કાંઠે રહેતાં બાલુબેનના ઘરેથી પકડી લીધો છે.

સગીરાને ભગાડી જનારો દિનેશ સુરેન્‍દ્રનગર હોવાની બાતમી મળતાં ભક્‍તિનગરની ટીમ ત્‍યાં પહોંચી હતી અને સુરેન્‍દ્રનગર એસઓજીના એસ. બી. સોલંકી, રણજીતસિંહ સહિતની મદદથી બાલુબેનના ઘરે ટૂકડી પહોંચતા ત્‍યાંથી દિનેશ અને સગીરા મળી આવતાં રાઉન્‍ડ અપ કરી રાજકોટ લાવવામાં આવ્‍યા હતાં. સગીરાનો કબ્‍જો તેના વાલીને સોંપવા કાર્યવાહી થઇ હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્‍ધાર્થ ખત્રી, ડીસીપી રવિકમુાર સૈની અને એસીપી ઇસ્‍ટ પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન તથા પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, ભરત બી. કોડીયાતર, એન. એ. શુક્‍લા, એએસઆઇ સુરેશભાઇ, હેડકોન્‍સ. પ્રકાશભાઇ વાંક, સલિમભાઇ, વિક્રમભાઇ, દેવાભાઇ, મહેન્‍દ્રસિંહ, પ્રતાપસિંહ, રસિકભાઇ, રાજેશભાઇ, રામદેવસિંહ, નિલેષભાઇ, પ્રવિણભાઇ સહિતની ટીમે ટેકનીકલ સોર્સ અને બાતમીદારને કામે લગાડી આ ગુનો ડિટેક્‍ટ કર્યો  હતો.

દિનેશ મજૂરી કામે રાજકોટ આવતો હોઇ સગીરા સાથે આંખ મળી ગઇ હતી. પરિવારજનો લગ્ન નહિ કરી આપે તેવું લાગતાં તે સગીરાને ભગાડી ગયાનું અને સગીરા પણ પોતાને પ્રેમ કરતી હોવાનું દિનેશે કહ્યું હતું.

(4:44 pm IST)