Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

માત્ર ૮ માસમાં અકસ્‍માતના ૧૯૮૦ બનાવો

કુવાડવા પોલીસ સ્‍ટેશનના વિસ્‍તારમાં જ ૫૧૭ અકસ્‍માત થયા : સફાળી જાગેલી પોલીસે હવે હેલ્‍મેટ કાયદાની કડક અમલવારી માટે દ્રઢ નિヘયિી : પત્રકાર પરિષદમાં માહિતી આપતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ

રાજકોટ તા. ૧૯ : રાજકોટ શહેરમાં જાન્‍યુઆરીથી ઓગસ્‍ટ ૨૦૧૮ એટલે કે આંઠ મહિના દરમિયાન અકસ્‍માતના ૧૯૮૦ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં સૌથી વધુ કુવાડવા પોલીસ સ્‍ટેશનના ૫૧૭ કેસ નોંધાયા છે શનિ-રવિ અને બુધવારના દિવસોમાં વધુ અકસ્‍માતો થતા હોવાનું તારણ આવ્‍યું છે અકસ્‍માતના બનાવો નિવારવા હવે હેલ્‍મેટ કાયદાની કડકપણે અમલવારી કરાવવામાં આવશે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તેઓના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ એક પુસ્‍તિકા અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્‍યું હતું કે રાજકોટ શહેરમાં અકસ્‍માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે આ બનાવોનું પ્રમાણ ઘટાડવા સૌપ્રથમ એનાલિસિસ કરવું જરૂરી હતી જે સંદર્ભે અવલોકન કરતા ચોંકાવનારું પરિણામ આવ્‍યું હતું જેમાં રાજકોટ શહેરના ૧૧ પોલીસ સ્‍ટેશનમાં જાન્‍યુઆરીથી ઓગસ્‍ટ ૨૦૧૮ સુધીમાં ૧૯૮૦ અકસ્‍માતો નોંધાયા હોવાનું અને સૌથી વધુ કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં ૫૧૭ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્‍યું છે આ ઉપરાંત ઉંમરની વાત કરીએ તો ૩૦દ્મક ૪૦ વર્ષના યુવાનો અકસ્‍માતમાં વધુ ભોગ બન્‍યા છે તેમજ શનિ-રવિ અને બુધવાર જે રજાના દિવસો છે તેમાં અકસ્‍માતના બનાવો સૌથી વધુ બનતા હોય છે કુવાડવા બાદ આજી ડેમમાં અકસ્‍માતના ૪૧૦ બનાવો નોંધાયા છે સ્‍વાભાવિક છે કે કુવાડવા અને આજી ડેમ જે બંને પોલીસ સ્‍ટેશનના વિસ્‍તારોમાં હાઇવે આવતો હોવાથી ત્‍યાં અકસ્‍માતોની શક્‍યતા વધુ રહેતી હોય છે.

અકસ્‍માતના બનાવો નિવારવા જે તે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ટ્રાફિક પોલીસ, આરટીઓ, મનપા અથવા હાઇવે ઓથોરિટીની એક ટિમ બનાવીને જે સ્‍થળે જીવલેણ અકસ્‍માત થયો હશે ત્‍યાંનું એનાલિસિસ કરીને ફરી પાછો અકસ્‍માત ન થાય તેના માટે શું પગલાં લેવા જોઈએ તે અંગે ચર્ચા કરવામાં આવશે તેમજ દરેક શાળા, કોલેજોમાં જયાં વિદ્યાર્થીઓ બાઈક લઈને જતા હોય તેઓને ફરજીયાત હેલ્‍મેટ પહેરીને આવવા સૂચના આપવામાં આવશે જો નહિ પહેરે તો દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે આ પત્રકાર પરિષદમાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિ મોહન શૈની, એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયા પણ હાજર રહ્યા હતા.

(4:43 pm IST)