Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

'મારા નહી સારા'ના સિદ્ઘાંત મુજબ હોદેદારોની પસંદગી થઇ

રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટમાં

રાજકોટ : 'મારા નહી સારા'ના સિદ્ઘાંતને સાર્થક કરતા લોહાણા સમાજના મોભીએ સમાજના ખરા અર્થના શ્રેષ્ઠીઓનો સમાવેશ કરવા માટે લોહાણા સમાજના સંખ્યાબંધ આગેવાનોને મળીને તેમના મનની વાતને સાંભળીને તેઓના  જ્ઞાતિહિતના વિચારોને ઘ્યાને લઇ સમાજના ઉચ્ચત્તમ શ્રેષ્ઠીઓનો સમાવેશ કરવા માટે સતત છ માસ ઉપરાંત અથાગ પરિશ્રમ કર્યા બાદ ભભમારા નહી સારાભભના સુત્રને ઘ્યાને રાખી પ્રમુખ તરીકે દેશ વિદેશમાં લોહાણા શ્રેષ્ઠી તરીકે જેમના નામો ઉપસેલા છે તેવા મોટા ગજાના વેપારી, જાણીતા દાનવીર શ્રી રાજેન્દ્રભાઇ પોબારૂને પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે પુજારા ટેલીકોમવાળા શ્રી યોગેશભાઇ પુજારાની નીમણુંક કરેલ. એટલું જ નહી, ચુંટાયેલા તમામ મહાજન સદસ્યો બિનવિવાદી–સર્વમાન્યની પસંદગી કરવામાં આવેલ છે.

'જ્ઞાતિમાં રાજકારણ ન હોવું જોઇએ રાજકારણમાં જ્ઞાતિ હોવી જોઇએ' એ સુત્રને સાર્થક કરતા લોહાણા શ્રેષ્ઠી મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા દ્વારા માત્ર રાજકારણમાં સક્રિય હોય તેવી એકપણ વ્યકિતને લોહાણા મહાજનમાં સમાવિષ્ટ કરવામાં આવેલ નથી તે બાબત સામાજીક અને લોહાણા મહાજનના બંધારણ મુલ્યનું અક્ષરક્ષઃ જતન કર્ર્યા સામાન છે તે ઉડીને આંખે વળગે એવી એ બાબત છે.

'હું નહી તું'ના સુત્રને સાર્થક કરતા શ્રી કિરીટભાઇ ગણાત્રાએ જ્ઞાતિના ટોચના શ્રેષ્ઠીઓને વ્યકિતગત સાંભળી એમની પાસેથી સમાજને સમર્પિત હોય તેવા જ્ઞાતિ શ્રેષ્ઠીઓના નામો મંગાવીને સ્વયં પસંદ કરવાને બદલે સમાજના શ્રેષ્ઠીઓએ મહાજન સમિતી માટે સુચવેલ નામોની યાદીમાંથી જ પસંદગી કરેલ. એકપણ મહાજન સમિતીના સદસ્યોનું નામ મુરબ્બી શ્રી કિરીટીભાઇ ગણાત્રાએ સુચવેલ ન હતું તે બાબત નોંધનીય છે.

'મહાજન પ્રમુખ નહી પરંતુ પ્રમુખ મહાજન હોવો જોઇએ' એ સુત્રને સાર્થક કરતા પ્રમુખ ખરેખર મહાજન હોય તેવી પસંદગી કરવી તે કસોટી ભર્યુ હતું પરંતુ જ્ઞાતિ મોભીશ્રી કિરીટભાઇએ અનેક ક્ષેત્રોના અનેક વ્યકિતઓ પાસેથી  પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતની ટીમનો બાયોડેટા મેળવી ખરા અર્થમાં મહાજનોની પસંદગી કરી તે પણ અભૂતપૂર્વ ઘટના છે.

'ચુંટણી તંત્રક ને બદલે નિમંત્રક હોવી જોઇએ' એટલેકે ઉમેદવારોએ પોતાની ઇચ્છા વ્યકત કરીને મહાજન થવા માટે ચુંટણીમાં નૈતિક મુલ્યોને નેવે મુકીને ચુંટણી પ્રક્રિયાનો ગેરલાભ લઇ ચુંટાવાને બદલે, જ્ઞાતિના આગેવાન અને મોભીઓ જ્ઞાતિમાંથી શ્રેષ્ઠીઓને પસંદ કરી મહાજનના હોદ્ેદાર થવા માટે નિમંત્રીત કરીને સર્વાનુમતે ચુંટી કાઢે તેવી પ્રથા દ્વારા ચુંટાયેલા નિમંત્રીત મહાજનની પરિકલ્પનાને મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાએ સિદ્ઘ કરવામાં અદ્વિતીય સફળતા હાંસલ કરી છે.

'અનેકતામાં એકતા'ના સુત્ર મુજબ પ્રથમ વખત લોહાણા સમાજના અનુભવી એવા આગેવાનો પાસેથી નામાંકન થયેલ નામાંકિત લોહાણા સમાજના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓની યાદીઓ મંગાવી અને આ યાદીમાંથી જ પસંદગી કરવાની હોય સમાજના આગેવાનોએ પણ હોશે હોશે સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓને ચકાસી ચકાસીને યાદીઓ મોકલી. આનંદ અને હર્ષની વાત એ છેકે લોહાણા સમાજના બહોળા અનુભવી અને વિવિધ ક્ષેત્રમાં નામના ધરાવતા આગેવાનોએ એ યાદીમાં સામેથી ઉદારતા દાખવી પોતાના બદલે સમાજના અન્ય શ્રેષ્ઠીઓને તક મળે તે માટે તેઓએ પોતાના નામ જાતે જ મોકલેલ લીસ્ટમાં સામેલ ન કરી અભૂતપૂર્વ અને ઐતિહાસીક ઉદારતાના દર્શન કરાવ્યા. અને અહીંથી જ ખરા અર્થમાં આજ સુધીમાં ભાગ્યે જ બન્યુ હોય તેવી લોહાણા જ્ઞાતીની એકતાની અભૂતપૂર્વ ઝાંખી જોવા મળી છે.

સમતોલ પ્રતિનિધિત્વ : લોહાણા મહાજન સમિતીના સભ્યોની પસંદગીની વાત કરીએ તો તેમાં સમાજના વેપાર ઉદ્યોગ ક્ષેત્રના ૪ર વેપારીઓ, વિવિધ ફેકલ્ટીના ૧૩ નામાંકિત તબીબો અને ૮ જેટલા પ્રોફેશ્નલો જેમાં ર ચાર્ટડ એકાઉન્ટન્ટનો સમાવેશ થાય છે. તેનો આ યાદીમાં સમાવેશ છે. આ યાદીમાં જ્ઞાતીની વિવિધ સામાજીક સંસ્થાઓના  સંચાલનના અનુભવીઓ તેમજ સમાજ હિત માટે સતત કાર્યરત રહેતા કાર્યકરોની પણ મહાજન સમિતીમાં સમાવેશ છે. આમ દરેક રીતે સમતોલ પ્રતિનિધિત્વ માટેના પ્રયાસો સફળ નિવડયા છેેે.

મહિલા સશકિતકરણ રા.લો.મહાજન ટ્રસ્ટના બંધારણમાં મહિલાને અનામત આપવાની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા ૧૧ મહિલાઓ મહાજન સમિતીમાં હોવા અનિવાર્ય હતા પરંતુ આ વખતે મહાજન સમિતીમાં ૩૦ જેટલી બેઠકો ઉપર મહિલાઓને સ્થાન આપી સ્ત્રી સશકિતકરણને વાસ્તવિક રીતે પ્રાધાન્ય આપવામાં આવેલ છે તે બાબતને પણ સમાજના મહિલા આગેવાનોએ હોશે હોશે વધાવી છે.

રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટની લોકશાહી ઢબ્બે

બંધારણીય જોગવાઇઓની પરિપેક્ષ્યમાં ચુંટણી સંપન્ન

લોહાણા મહાજન સમિતીના સભ્યોની ચુંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે થાય અને સાથો સાથ બંધારણના મુળભુત સિદ્ઘાંતો, પ્રાવધાનો અને પ્રક્રિયાઓને લક્ષમાં રાખીને જ થાય તે માટે ચુંટણી પ્રક્રિયાના અધિકારી તરીકેની જવાબદારી કાયદેઆઝમ તરીકે સૌરાષ્ટ્રભરમાં જાણીતા હોવાની સાથો સાથ સૌરાષ્ટ્રની અનેક વિવિધ સહકારી બેંકો તથા સંસ્થાઓની ચુંટણીનું સફળતા પૂર્વક ચુંટણી અધિકારી તરીકે સંચાલન કરી ચુકેલા આર.સી.સી. બેંકના સી.ઇ.ઓ. ડો.પુરૂષોત્ત્।મભાઇ પીપરીયાને સુપ્રત થઇ હતી. તે પહેલા જોઇન્ટ ચેરીટી કમિશ્નરશ્રીના હુકમનું પાલન કરવા માટે સમાજના વિવિધ ક્ષેત્રના અનુભવી શ્રી હિરાભાઇ માણેક, શ્રી નવીનભાઇ ઠકકર, સુ.શ્રી વિણાબેન પાંધી, શ્રી રામભાઇ બરછા, શ્રી એ.ડી. રૂપારેલ અને શ્રી અનીલભાઇ વણઝારા મળી કુલ છ આગેવાનોની ચુંટણી સંચાલન માટે નિમણુંક કરી અને આમ ચુંટણી પ્રક્રિયાનો કોઇપણ જાતના વાદ વિવાદ અને હુસાતુસી વગર ઐતિહાસિક યાત્રા આગળ ચાલી. ભારે વ્યસ્તતા વચ્ચે અકિલા પરીવારના મોભી અને લોહાણા સમાજના અગ્રણી મુરબ્બી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ તમામ પ્રક્રિયા પારદર્શક રીતે ચાલે તે માટે બારીક નજર રાખી.

લોહાણા મહાજન ચૂંટણી સમિતિ  વતિ સમિતિના સભ્યશ્રી નવીનભાઇ ઠક્કરનો અહેવાલ

(3:44 pm IST)