Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ઇદે મીલાદનું જુલૂસ રેસકોર્ષ જ જશે : મુસ્લિમોને બંધ પાળી જોડાવવા હાકલ

મુસ્લિમ સમાજની મિટીંગ યોજાઇ, પૈગમ્બર જયંતિ ઉજવવા થનગનાટ : બુધવારે સવારે જુલૂસ : વિવિધ કાર્યક્રમો : કાલે મોટી રાત : પ્રમુખપદેે યુસુફભાઇ જુણેજા

રાજકોટ, તા. ૧૯ :  જશ્ને ઇદે મીલાદુન બી કમીટીના પ્રમુખ હાજી યુસુફભાઇ જુણેજાની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટના તમામ મુસ્લિમ બિરાદરોને જાહેર અપીલ કરતા સમગ્ર જગતને પ્રેમ, ત્યાગ, શાંતિ, અમન, ભાઇચારાની ભાવનાઓ સંદેશ આપનાર, શાંતિદુત, ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મુહંમદ પૈગમ્બર સાહેબ (સ.અ.વ.) ના વિલાદત પર્વને ઉજવવા શહેરના મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગનાટ સાથે તડામાર તૈયારીઓ રેસકોર્ષ ખાતે તથા શહેરના જુદા જુદા વિસ્તારોમાં થઇ રહી છે ત્યારે બુધવારે સવારના નિકળનાર ઝુલુસમાં વિશાળ સંખ્યામાં મુસ્લિમો જોડાઇને રેસકોર્ષ ખાતે  ઉમટી પડે તેવો અનુરોધ કરેલ છે.

પૈગમ્બર ઇસ્લામનો ૧ર મી રબીઉબઅવવ્લના પ્રમાણે રર મી એપ્રિલ પ૭૧ ના સોમવારના રોજ મક્કામાં જન્મ થયો હતો. ર૯ મી સપ્ટેમ્બર સને ૬રરના ૧ર રબીઉલઅવ્વલ સોમવારના મદીના શરીફમાં પ્રવેશ્યા અને આ જગતમાં ૬૩ વર્ષ પ દિવસનું પવિત્ર જીવન વિતાવી, આ ખુશીમાં મુસ્લિમો દ્વારા તેઓના જન્મદિનની ઉજવણી કરાય છે તે મુજબ બુધવાર સવારે ભવ્ય ઝુલુસ શહેરના રાજમાર્ગો ઉપરથી પોતાના રૂટ મુજબ નીકળશે. આ પૂર્વે રાત્રે મંગળવાર મોટી રાત નિમિત્તે શહેરની ૩પ જેટલી મસ્જિદોની રોશનીથી શણગારીને સુશોભિત કરવામાં આવશે અને તમામ મસ્જિદોમાં મોડી રાત સુધી મીલાદશરીફ સલાતો સલામ અને બાલમુબારકના દિદાર ચાલુ રહેશે. સવારે પ-૦૦ કલાકે સલામ પેશ કરવામાં આવશે ત્યારબાદ ફઝરની નમાઝ અદા કરવામાં આવશે.

ઇદે મીલાદના ઝુલુસમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આ ઝુલુસમાં સૌએ સામીલ થઇ તમામ મુસ્લિમોએ પોતાના કામ ધંધાઓ બંધ રાખી નાના મોટા વાહનો સુશોભન કરી ઝુલુસમાં જોડાવવા અનુરોધ કરેલ છે. તકેદારીના પગલા રૂપ બાળકોની સાથે બુર્ઝુગોને ખાસ ટ્રકમાં ખાસ સમાવી લેવા, ટુ વ્હીલર જેવા મોટર સાયકલ લાઇન બંધ ચલાવવા, ઓવરટેક કે વધુ સ્પીડે ન ચલાવવા, ટ્રક જેવા ભારે વાહનો પાછળ બાળકો, યુવાનોએ લટકાવવું નહી વગેરે સુચનાનો અમલ કરવાનો રહેશે. આ વિલાદત પર્વને ઉજવવા રાજકોટના અનેક વિસ્તારોમાં અનેરા  થનગનાટ સાથે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત રેસકોર્ષ ગ્રાઉન્ડ પર પ૦ હજાર લોકોની વેજીટેરીયન જમણવારની ન્યાઝનો કાર્યક્રમ પણ રાખેલ છે. ઉપરાંત ફ્રી સ્ટોલ ફાળવેલા વિવિધ સ્ટોલો ઉપરથી ન્યાઝ, પીપરમેન્ટ, આઇસ્ક્રીમ, પફ, બિસ્કીટ, છાશ, પાણી વગેરે વિનામૂલ્યે આપવામાં આવશે, સ્ટોલ માટે સંપર્ક કરવા વિનંતી તથા હુઝુર (સ.અ.વ.)ના વિલાદતપૂર્વેમાનવતા લક્ષી વિશિષ્ટ કાર્યક્રમોમાં ગૌશાળામાં ગાયોને ઘાસચારા, મેડીકલ કેમ્પ, હોસ્પિટલમાં ફૂટ વિતરણ, મંદ બુધ્ધિના બાળકોને જમણવાર, મધરટેરેસા આશ્રમમાં ચીકી વિતરણ કરવામાં આવશે. આ કાર્યને વેગવન્તુ બનાવવા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે હોનહાર પ્રમુખ હાજી યુસુફભાઇ જુણેજાના માર્ગદર્શન હેઠળ રપ૧ કાર્યકરોની ટીમ સ્ટેજ વ્યવસ્થા વગેરે વ્યવસ્થાનોઅને સુંદર અને બેનમુખ બનાવવા અથાગ પ્રયત્નો કરી જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ઉપરાંત રાજકોટ શહેરના દુધની ડેરી જંગલેશ્વર, બાબરીયા કોલોની, ખોડીયારપરા, ગોકુલનગર, થોરાળા, કોઠારીયા, સોલવન્ટ, મનહરપરા, ભગવતીપરા, રામનાથપરા, ઘાંચીવાડ, બાપુનગર તથા સદર વિસ્તારમાંથી રૈયાગામ, નુરાનીપરા, નહેરૂનગર, લક્ષ્મીનગર સદર બજાર, મોચીબજાર, બજરંગવાડી, પોલીસ હેડ કવાર્ટર, પોપટપરા, ભીસ્તીવાડ, મોચીબજાર વિગેરે વિસ્તારોમાં લતા સુશોભન વાહન વગેરે વ્યવસ્થામાં મુસ્લિમ બિરાદરો ઉત્સાહભેર જોડાયા છે.

આ ઉપરાંત હુઝુરની શાનના હુશેની ચોક, રામનાથપરા, દુધની ડેરી, પોપટપરા, બજરંગાવાડી, સદર વગેરે વિસ્તારમાં શાનદાર તકરીર તથા ન્યાઝનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં ઉચ્ચ કક્ષાના આલીમો તકરીર કરી રહ્યા છે. જેમાં અસંખ્ય મુસ્લિમ બિરાદરો ઉમટી રહ્યા છે.

યોમુન્નબી કમિટીના હોદ્દેદારો

પ્રમુખઃ અલ્હાજ યુસુફભાઇ જુણેજા,

ઉપપ્રમુખ યુનુસભાઇ જુણેજા (લક્કી), સૈયદ મુન્નાબાપુ બુખારી, ઓસમાણભાઇ જસરાયા, હાજી ફારૂકભાઇ બાવાણી, રજાકભાઇ જામનગરી, હારૂનભાઇ શાહમદાર, ઇકબાલભાઇ ભાણું, હબીબભાઇ કટારીયા, ઓસુભાઇ મોટાણી

મહામંત્રીઓ

આસીફભાઇ સલોત, શીલુભાઇ દલવાણી, જાહીદભાઇ દલ, આરીફભાઇ ચાવડા, ઇકબાલભાઇ લીંગડીયા, ઇકબાલભાઇ સકરીયાણી, મુન્નાભાઇ ફુલાણી

મંત્રીઓ

ઇલુભાઇ સમા, અલાઉદ્દીનભાઇ કારીયાણીયા, રજાકભાઇ જુણેજા, હનીફભાઇ જેસાણી, સરફરાજભાઇ દલવાણી, ઇબ્રાહીમભાઇ શેખ, હાસમભાઇ સુમરા, હાજીભાઇ ઓડીયા, મહમદભાઇ હાલા, રજાકભાઇ ભાણું

સંગઠન મંત્રીઓ

સોકતભાઇ કચરા, યુસુફભાઇ સોપારીવાલા, સદામભાઇ સાંધ, ઇલ્યાસભાઇ ચૌહાણ, બાબાખાન પઠાણ, અફઝલભાઇ રાઉમા, ફતેહમહમદભાઇ (એસટી વર્કશોપ) અલ્તાફભાઇ વાવડી, રમજાનભાઇ ભલુર, અનવરભાઇ દલ, સલીમભાઇ સમા (સ્ક્રેપવાલા)

ખજાનચી

સૈયદ એજાજબાપુ બુખારી

સંકલન સમિતિના સભ્યો

યુનુસ શેઠ જસરાયા, હાજી મુસાભાઇ જુણેજા, હનીફભાઇ જુણેજા, આરીફ ચાવડા, તારીફભાઇ કોચલીયા, ઇસ્માઇલભાઇ ખીયાણી, રાજનભાઇ જુણેજા, શબ્બીરભાઇ ચાનીયા, લાલાભાઇ માડકીયા, ડો. કાદરી સાહેબ, હનીફભાઇ માડકીયા, પપ્પુભાઇ સમા, લાખાભાઇ જુણેજા, હાસમભાઇ પ્યારે, હાજી ઇકબાલ ભાણું, રજાકભાઇ લાખા, રજાકભાઇ સમા (ભગવતીપરા), મહમદઅલી ચાનીયા, બસીરભાઇ ખીયાણી, રાજુભાઇ માવતર, પરવેજભાઇ સુમરા, અમજદભાઇ ઠેબા, સાબીરભાઇ ભાણું, અસીમભાઇ અઘામ, ઇલુભાઇ કાસવાણી, મકસુદભાઇ ચાવડા, ઇરફાનભાઇ કુરેશી, હારૂનભાઇ ડાકોરા, જાવેદભાઇ ભાણું, યાકુબભાઇ દલવાણી, ફારૂકભાઇ કટારીયા, હાજી આસીકભાઇ દલવાણી, ઇલ્યાસભાઇ ચૌહાણ, બસીરભાઇ હાલેપોત્રા, ઇમરાન પરમાર, ફીરોઝભાઇ ડેલા, અયુબભાઇ પતાણી, ઇસ્માઇલભાઇ જાખરા, આમદભાઇ દલ, કાસમભાઇ દલવાણી, અહેમદ સાંધ, ફારૂક ભાણુ, ગફારભાઇ ખલીફા, ઇસ્માઇલભાઇ વીકીયાણી (રૈયા), યાકુબ પઠાણ, ઇદુભાઇ ઉમરેટીયા, યુસુફભાઇ જે.કે.,જહીર સુમા, અયુબખાન પઠાણ, મજીભાદઇ પટણી.

 કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં જૂલૂસ

રાજકોટઃ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાંથી વિશાળ જુલુસ નિકળનાર છે જેમાં નુરાનીપરામાંથી અનવરભાઇ દલ, રમજાનભાઇ ભલુર, ઇલીયાસભાઇ ગોરી, ભોલાભાઇ પઢીયાર, અને રસુલપરામાંથી જુસુબભાઇ ઘુઘા, મામદભાઇ સોઢા, ઇસુબભાઇ સમા અને મહમદી બાગમાંથી અલ્તાપભાઇ કુરેશી, નાશીરભાઇ કુરેશી, બાલાભાઇ કુરેશી ની આગેવાનીમાં તૈયારી ચાલી રહી છે.

બહેનો માટે અલગ વ્યવસ્થા

રાજકોટ તા ૧૯ : જશ્ને ઇદે મીલાદુન્નબી નિમીતે બુધવારે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે બહેનો માટે અલગથી વ્યવસ્થા સાથે ખ્વાતીને સુન્ની મુસ્લીમ કમીટીના આયોજક સૈયદાહ હાજીયાણી સાયરામા તથા સૈયદાહ અંબર આપા તકરીર કરશે તથા ઇસ્લીમી તોર તરીકા જેમ કે વઝુ, નમાઝ વિગેરે નેક બાબતો પર નશ્યત કરી મા-બહેનોના ઇમાનની તાજગી બક્ષશે તથા નાત ખ્વાં ફરીદાઆપા નાતશરીફ પઢશે તો તમામ બહેનોઅ ેસમયસર રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ઉમટી પડવા ખ્વાતીને સુન્ની મુસ્લીમ કમીટીએ અપીલ કરી છે.

રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ન્યાઝની અલગ વ્યવસ્થા રાખેલ હોઇ બહેનોએ ડાયરેકટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં પહોચવું તથા આલીમે દિનની સુચના મુજબ ઓૈરતોએ ઝુલુસમાં ન જોડાવવા અનુરોધ કરાયો છે.

(3:31 pm IST)