Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

મ.ન.પા. દ્વારા ચંપકભાઇ વોરા ડિસ્પેન્સરીનું પ૧.૯૩ લાખનાં ખર્ચે નવિનીકરણ થશે

૪.પ૦% ઓછા ભાવે કોન્ટ્રાકટ આપવા સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત

રાજકોટ તા. ૧૯: મ.ન.પા. દ્વારા શહેરનાં ૮૦ ફુટ રોડ પર આવેલ વર્ષો જુની ચંપકભાઇ વોરા ડિસ્પેન્સરીનાં જુનાં બિલ્ડીંૅગ સ્થાને નવી આધુનિક સુવિધાવાળું બિલ્ડીંગ બનાવી નવીનીકરણ માટે રૂ. પ૧.૯૩ લાખનો ખર્ચ મંજુર કરવા આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણય લેવાનાર છે.

આ માટે રૂ. પ૩.પ૭ લાખનું એસ્ટીમેંટ બનાવી ટેન્ડરો પ્રસિધ્ધ થયેલ જેમાં કોન્ટ્રાકટર હીરાભાઇ ચૌહાણે એસ્ટીમેન્ટના ૪.પ૦% ઓછા ભાવે કોન્ટ્રાકટની તૈયારી બતાવતાં તેઓને પ૧.૯૩ લાખમાં કોન્ટ્રાકટ આપવા સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત કરાઇ છે.

નોંધનિય છે કે કુલ ૩૩૦ ચો.મી. બાંધકામવાળું આ બિલ્ડીંગ બનાવાશે.

(4:06 pm IST)