Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાંથી ફરસાણ-મીઠાઇનાં ૩૩ નમુના લેવાયા

રાજકોટ : ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ તહેવાર અનુલક્ષીને મીઠાઇ, ફરસાણના ઉત્પાદકો તથા રીટેઇલરોને ત્યા રા.મ.ન.પા ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં ફરી સરકારશ્રી તરફથી ફાળવેલ ફૂડ સેફ્ટી ઓન વેહિકલસ વાન દ્વાર સ્થળ પર ચકાસણી તેમજ સેમ્પલિંગ કામગીરી કરવામા આવેલ છે. જેમાં કામગીરી દરમ્યાન  મનમોહન ડેરી ફાર્મ- મંગળા મે. રોડ સ્પેશિયલ બરફી (લુઝ),  રઘુવીર ડેરી ફાર્મ-ર્ મંગળા મે. રોડમાંથી કેશર ઘારી (લુઝ)માંથી,  વિશાળ ડેરી ફાર્ર્મ- મંગળા મે. રોડમાંથી કાજુ કતરી (લુઝ), રાજમંદિર ફરસાણ વિરાણી ચોકમાંથી પાપડી ગાંઠીયા (લુઝ), ધારેશ્વર ડેરી ફાર્ર્ર્મ- ભકિતનગર સર્કલમાંથી અંજીર બરફી (લુઝ)માંથી,ધારેશ્વર ફરસાણ ભકિતનગર સર્કલમાંથી પાપડી ગાંઠીયા (લુઝ),મહેશ ડેરી ફાર્ર્મ- વાણીયાવાડી રોડમાંથી સંગમ કતરી (લુઝ), રાધેશ્યામ ડેરી ફાર્ર્મ- ગાયત્રીનગર મે.રોડમાંથી બ્રીજ લાડુ (લુઝ), જય સિયારામ ફરસાણ ગાયત્રીનગર મે.રોડમાંથી મીઠા સાટા (લુઝ), જલારામ ફરસાણ ગાયત્રીનગર મે.રોડમાંથી ટોપરા પાક (લુઝ), અક્ષર ગાંઠીયા ગાયત્રીનગર મે.રોડમાંથી ભાવનગરી ગાંઠીયા (લુઝ), જલિયાણ ફરસાણ ગાયત્રીનગર મે.રોડમાંથી મીઠા સાટા (લુઝ), હરિકૃષ્ણ ફરસાણ ગાયત્રીનગર મે.રોડમાંથી પાપડી ગાંઠીયા (લુઝ), શકિત વિજય ફરસાણ ગાયત્રીનગર મે.રોડમાંથી ફરસીપુરી (લુઝ), કનૈયા ડેરી ફાર્ર્મ- કોઠારીયા રોડમાંથી ફેન્સી મિઠાઇ (લુઝ),અ મુરલીધર ફરસાણ કોઠારીયા રોડમાંથી પાપડી ગાંઠીયા (લુઝ), જય જલારામ ફરસાણ કોઠારીયા રોડમાંથી ભાવનગરી ગાંઠીયા (લુઝ), આઇશ્રી મોગલ ડેરી ફાર્ર્મ- કોઠારીયા રોડમાંથી સંગમ મિઠાઇ (લુઝ), જય ખોડીયાર ફરસાણ કોઠારીયા રોડમાંથી સકકરપારા (લુઝ), ધર્મપ્રિય ડેરી ફાર્ર્મ- કોઠારીયા રોડમાંથી જલેબી મિઠાઇ (લુઝ), વિકાસ ડેરી ફાર્ર્મ- કોઠારીયા રોડમાંથી મિકસ જેલી મિઠાઇ (લુઝ), તિરૂપતિ ડેરી ફાર્ર્મ- કોઠારીયા રોડમાંથી ચોકલેટ પ્લાઝા (લુઝ) ભગવતી ડેરી ફાર્ર્મ- કોઠારીયા રોડમાંથી બટર સ્કોચ લાડુ (લુઝ), અશોક વિજય ડેરી ફાર્ર્મ- કોઠારીયા રોડમાંથી ગુલકંદ રોલ (લુઝ), કિશાન ડેરી ફાર્ર્મ- કોઠારીયા રોડમાંથી ટોપરાનો મૈસુબ (લુઝ), ખોડીયાર અનાજ ભંડાર કોઠારીયા રોડમાંથી પાઇનેપલ ક્રાઉન (લુઝ), બાલાજી ફરસાણ ત્રિશુલ ચોક, ગાયત્રીનગર મે. રોડમાંથી તીખા ગાંઠીયા (લુઝ), બલરામ ડેરી ફાર્ર્મ- ત્રિશુલ ચોક, ગાયત્રીનગર મે. રોડમાંથી પાઇનેપલ બરફી (લુઝ), તુલસી ડેરી ફાર્ર્મ- નારાયણ નગર મે. રોડમાંથી ઓરેન્જ બરફી (લુઝ), જય સિયારામ ફરસાણ હાઉસ હસનવાડી, બોલબાલા માર્ગમાંથી ગાંઠીયા (લુઝ), બાલાજી ફરસાણ હસનવાડી, બોલબાલા માર્ગમાંથી સેવ ફરસાણ (લુઝ),  તિરુપતિ ડેરી ફાર્ર્મ- હસનવાડી, બોલબાલા માર્ગમાંથી મેંગો બરફી (લુઝ), શિવ ડેરી ફાર્ર્મ- હસનવાડી, બોલબાલા માર્ગમાંથી ગુલાબ પાક (લુઝ) સહિત કુલ ૩૩ સ્થળોઓની ફરસાણ, મીઠાઇના ૩૩ નમુના લેવામાં આવ્યા છે.

(4:04 pm IST)