Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વોર્ડ નં. ૧૭ માં ૭૦ થી વધુ યુવાનો 'આપ' માં જોડાયા

રાજકોટ : આમ આદમી પાર્ટી દ્વારા હાલ યુવા જોડો અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત વોર્ડ નં. ૧૭ માં યુવા પ્રભારી કુમારપાલ ભટ્ટીની આગેવાની હેઠળ ૭૦ યુવાનો 'આપ' માં જોડાયા હતા. શહેર યુવા પ્રભારી નૈમિષ પાટડીયા, યુવા પ્રમુખ દેવાંગ ગજજરે તમામને ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ દરમિયાન વોર્ડ નં. ૧૭ માં પ્રમુખ તરીકે હિમ્મતગીરી ગોસ્વામી, ઉપપ્રમુખ તરીકે પરારાજ માંજરીયા, ઘનશ્યામ ગોસ્વામી, મંત્રી તરીકે પરેશ જેઠવા, જય ગેડીયાની વરણી કરાઇ હતી.

(3:55 pm IST)