Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

તેરી લાડકી મેં...., છોડુંગી ના તેરા સાથ....

શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિરે પ્રાચીન રાસ ગરબા વાલીઓ - ભાવિકોએ નિહાળ્યા : ૨૩મીએ લ્હાણી વિતરણ

રાજકોટ : અહિંના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ ધરમનગરમાં આવેલ સુપ્રસિદ્ધ એવા શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિરે શ્રી ધરમનગર માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત નવદુર્ગા ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવેલ. ૬૨ જેટલી નાની બાળાઓ દ્વારા અવનવા પ્રાચીન રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. નવલા નોરતામાં બાળાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી હતી. નાની બાળાઓ દ્વારા વિવિધ કૃતિઓ પણ રજૂ કરાઈ હતી. સાજીંદાઓ, ગાયક કલાકારો સાથે બાળાઓ દ્વારા અવનવા રાસ રજૂ કરવામાં આવ્યા હતા.

ગરબીની તમામ બાળાઓને ૨૩મીએ લ્હાણી વિતરણ કરવામાં આવશે. આયોજનને સફળ બનાવવા નવદુર્ગા ગરબી મંડળના પ્રમુખ શ્રી આર. ડી. જાડેજા (મો.૯૪૨૬૪ ૬૦૮૮૦) સાથે મોહનભાઈ ગઢવી, જયંતિભાઈ પરમાર, સુરેશભાઈ પંડ્યા, પરાક્રમસિંહ જાડેજા, બાબુભાઈ કિરીટભાઈ રાઠોડ, પ્રફુલભાઈ જોબનપુત્રા, અશ્વિનભાઈ હનરનીશ, શીરીયાભાઈ, દિપકભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ દવે તેમજ સાજીંદાઓ ચિરાગ પ્રજાપતિ, નોતમસિંહ જાડેજા, કીરીટભાઈ દવે, દર્શન દવે, રીમાબેન ગઢવી (સીંગર), અજયભાઈ દવે, કિરીટભાઈ, મહેશભાઈ, નરેશભાઈ વ્યાસ તથા બાળાઓને ટ્રેનીંગ આપતા બહેનો દેવલબેન છાંટબાર, જાગૃતિબેન પીનકભાઈ પરમાર, પૂનમબેન શેઠએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:52 pm IST)