Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

'નંદલાલા કનૈયા... મોરી બંસી બજૈયા...' યુનિ.રોડ, માધવ પાર્કમાં બાલાજી ગરબી મંડળ

રાજકોટ : યુનિવર્સિટી રોડ ઉપર ફોરેન્સીક લેબ પાછળ માધવપાર્ક અને અમી સોસાયટીની નાની નાની બાળાઓ દ્વારાજગદંબાની નવરાત્રિ મહોત્સવમાં પ્રાચીન રાસ-ગરબા દ્વારા શકિત આરાધના કરવામાં આવેલ. છેલ્લા ૧૦ વર્ષથી બાલાજી ગરબી મંડળની બાળાઓને દાતાશ્રીઓ દ્વારા ભેટ /લ્હાણી આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ.  બાલાજી ગરબી મંડળના આયોજક મયંકભાઇ પટેલ, જીજ્ઞેશભાઇ, વિનોદભાઇ, પરમારભાઇ, ભીખાભાઇ, રાજુભાઇ તથા ભોરણિયાભાઇ, લાલાભાઇ દ્વારા સંચાલન કરવામાં આવેલ. તેમજ રવિનાબેન, અર્ચનાબેન અને હિરલબેન દ્વારા ગરબી મંડળની ૪૦ બાળાઓને તાલિમ આપેલ. દરરોજ અવનવી રાસની કૃતિઓ દ્વારા બાળાઓ પોતાની પ્રતિભાથી સોસાયટીના રહીશો તેમજ મુલાકાતીઓને પ્રભાવિત કરેલ. નવરાત્રિ પર્વને સફળ બનાવવા વિવેકભાઇ અને સચીનભાઇનું ગ્રુપ ખુબ જ જહેમત ઉઠાવેલ  છે.

(3:52 pm IST)