Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

વરસે ભલે વાદળીને વાયુ ભલે વાય... માડી તારો દિવડો તો ય ન બુઝાય....

રાજકોટ : આજે દશેરા... આસો નવરાત્રીની ઉજવણી ખૂબ ભકિતભાવથી પ્રાચીન ગરબી મંડળોએ કરી. દુહા-છંદ - લોકગીત, માતાજીની સ્તુતી - આરતી સંગ આસો નવરાત્રી મહોત્સવની ભકિતસભર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી. સદર બજાર ગરબી મંડળ શહેરના સાત દાયકાથી સદરબજાર મેઇન રોડ ઉપર સદરબજાર ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહાપર્વનું ભાવભીની ઉજવણી કરવામાં આવે છે. ટેપના માધ્યમથી ગરબી મંડળની બાળાઓ તાલી રાસ, દાંડીયા રાસ, ખંજરી રાસ, બેડા રાસ, ટીપ્પણી રાસ સહિતના અનેક કલાત્મક રાસની રમઝટ બોલાવે છે. ગરબી મંડળની બાળાઓને ભાવિકો દ્વારા પ્રસાદ તેમજ લ્હાણી આપવામાં આવે છે. ગરબી મંડળના આયોજનને યાદગાર બનાવવા દિનેશભાઇ કાથરાણી, મહેશભાઇ ચગ, સુરેશભાઇ ઉમરાણીયા, ચંદુભાઇ ઉમરાણીયા, અતુલભાઇ ટોપીવાળા સહિતનાએ જહેમત ઉઠાવી હતી. પ્રસ્તુત તસ્વીરમાં રાસે રમતી બાળાઓ અને આયોજકો નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:51 pm IST)