Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

શરદ પૂનમે ક્રિષ્ના મહિલા રાસોત્સવ

દીકરીઓના તલવાર રાસ આકર્ષણ જમાવશેઃ માત્ર બહેનો માટે નિઃશુલ્ક આયોજન

રાજકોટ,તા.૧૯: કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર પોલીસ રાજકોટ દ્વારા વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ''ક્રિષ્ના મહિલા રાસોત્સવ- ૨૦૧૮'' તા.૨૪ને બુધવારે શરદપૂર્ણિમાના દિવસે 'શરદોત્સવ' શ્રી પી.એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કુલ, ૮૦ ફૂટ રોડ, બગીચા સામે રાત્રે ૮:૩૦ કલાકે દિપપ્રાગટ્ય) સાથે શરૂ થશે.

સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર પોલીસ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ દાતાઓના સાથ સહકારથી યોજાનારા આ મહિલા રાસોત્સવમાં શહેરના કોઈપણ બહેનોને સર્વજ્ઞાતિના મહિલાઓને નાત- જાતના ભેદભાવ વગર નિઃશુલ્ક રાસ રમવા દેવામાં આવે છે. પ્રાચીન રાસોત્સવમાં કાર્યક્રમના અંતે જજ (નિર્ણાયકો) દ્વારા પસંદગી પામેલા બહેનોને ગીફટ અપાય છે.

''ક્રિષ્ના મહિલા રાસોત્સવ-૨૦૧૮''ના એન્ટ્રી પાસ અને રમવાના પાસનું વિતરણ આજે સાંજે ૪ થી ૮ અને સવારે ૯ થી ૧ ચોઈસ મેકર્સ, ગીફટ શોપ, નવકાર મેડીકલ સામે, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ ખાતેથી ફકત મહિલાઓને વહેલો તે પહેલાના ધોરણે નિઃશુલ્ક આપવામાં આવશે.

દરવર્ષે યોજાતા આ મહિલા રાસોત્સવમાં શહેરના ગરબી મંડળની બાળાઓ, મહિલાઓ મોટી સંખ્યામાં પોતાનું કલાનું કામણ પાથરી ટીટોળો, ઘુમર, સીકસસ્ટેપ, ફોર સ્ટેપ, રંગીલા રાસો રજુ કરે છે. તદ્દ ઉપરાંત કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કોઠારીયા રોડ પરના આશાપુરા ગ્રુપ દ્વારા દિકરોઓ દ્વારા રજુ કરાતો તલવાર રાસ મુખ્ય છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ગજેન્દ્રસિંહ ઝાલા (પ્રમુખ- કોઠારીયા કોલોની યુવા ગ્રુપ), નટુભા ઝાલા (પીજીવીસીએલ), સરલાબેન પાટડીયા, પ્રવિણભાઈ લાખાણી, નલીનભાઈ ચૌહાણ, જયોતિબેન માઢક, ક્રિપાલસિંહ ઝાલા, અલ્કાબા ઝાલા, માણસુર વાળા, ડીમ્પલબેન ગુજરાતી, જસવંતસિંહ હડીયલ, ચેતનાબેન દેવડા, હંસાબેન સાપરીયા, પ્રફુલાબેન ચૌહાણ, હીરલબેન રાઠોડ, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, એ.વી. જોષી (એલઆઈસી) જહેમત ઉઠાવી રહ્યા છે. રાસોત્સવમાં જજની ભુમિકામાં રાજેશ્રીબેન શુકલ, શીતલબેન તરીકે સેવા આપશે. મો.૯૪૨૬૨ ૨૯૩૯૬ રહેશે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:47 pm IST)