Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ગોપી રાસોત્સ વનું સમાપન : અર્વાચીન ગરબામાં શ્રેષ્ઠનું બિરૂદ

રાજકોટ :  દર વર્ષની જેમ આ વર્ષે પણ સરગમ લેડીઝ કલબ આયોજીત ગોપી રાસોત્સવને લોકોએ અર્વાચીન રાસોત્સવમાં શ્રેષ્ઠનુંં બિરૂદ આપ્યુ છે. છેલ્લા નોરતે રાકેશભાઈ પોપટ, કીર્તીબેન પોપટ, પ્રતાપભાઈ પટેલ, શ્રી જોષી (ઈન્કમટેક્ષ ઓફીસ), મગનભાઈ પટેલ, જમનભાઈ પટેલ, ડો. એમ. વી. વેકરીયા, હાર્દિક દત્તાણી, અમીનેશભાઈ રૂપાણી, ખોડીદાસભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પરસાણા, જયોતિબેન પટેલ, જયશ્રીબેન રાવલ, ભરતભાઈ સોલંકી, હરેશભાઈ પરસાણા, નીખિલભાઈ પટેલ, રાજનભાઈ વડાલીયા, સ્મિતભાઈ પટેલ, પ્રણવભાઈ ભાણવા, વિનોદભાઈ ઉદાણી, લાખાભાઈ સાગઠીયા સહિતના હસ્તે ૪૦ વિજેતા બહેનોને ઈનામો અપાયા હતા. આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે રેશ્માબેન સોલંકી, નિલુબેન મહેતા, માયાબેન પટેલે સેવા આપી હતી. નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડીયા, સ્મિતભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી, કૌશિકભાઈ વ્યાસ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહીલ, રમેશભાઈ અકબરી, દિનેશભાઈ ગજેરા, મનમોહનભાઈ નંદા, જગદીશભાઈ કિયાડા, ડો.માલાબેન કુંડલીયા, સુધાબેન ભાયા, જશુમતીબેન વસાણી, મધુરીકાબેન જાડેજા, બીનાબેન વિઠલાણી, કૈલાશબા વાળા, એકતાબેન સંઘાણી સહિતના હોદ્દેદારો તેમજ ૧૦૦થી વધુ કમીટી મેમ્બર પણ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.

(3:44 pm IST)