Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ગરબીમાં ગાળો બોલવાની ના પાડતા સંચાલક અશ્વીનભાઇ કરથીયાને ધમકી

રહીમ કોરડીયા અને યોગેશ હીરાણીએ ઝપાઝપી કરી સગર યુવાનનો શર્ટ ફાડી નાખ્યોઃ રહીમ કોરડીયાની ધરપકડ

રાજકોટ તા. ૧૯ : આજીડેમ ચોકડી પાસે શ્રીરામપાર્કમાં ગરબીમાં ગાળો બોલવાની ના પાડતા સંચાલકને બે શખ્સોએ ઝપાઝપી કરી ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રામપાર્ક શેરી નં.૧માં રહેતા અશ્વીનભાઇ જેઠાભાઇ કરથીયા (ઉ.૩૩) મીત્રો સાથે સોસાયટીમાં ગરબી ચલાવતા હોઇ, રાત્રે પોતે ગરબીમાં હતા. ત્યારે રહીમ બરકતઅલી કોરડીયા (ઉ.ર૮) (ખોજા) (રહે. દુધસાગર રોડ લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી) અને યોગેશ મનુ  હીરાણી (ઉ.૩ર) (રહે. આજીડેમ ચોકડી પાસે) ત્યાં ગરબા રમતા હતા. ત્યારે બંને શખ્સો ત્યાં ગાળો બોલતા હોઇ તેથી સંચાલક અશ્વીનભાઇએ બંનેને ગાળો બોલવાની ના પાડતા બંનેએ તેની સાથે ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દેકારો બોલતા કોઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ નરેન્દ્રભાઇ ચાવડા અને રાઇટર દીગુભા રાણાએ સ્થળ પર પહોંચી ગરબીના સંચાલક અશ્વીનભાઇની ફરીયાદ દાખલ કરી રહીમ બરકત અલી કોરડીયાની ધરપકડ કરી હતી જયારે યોગેશ હીરાણી નાશી જતા તેની શોધખોળ આદરી છે.

(3:34 pm IST)