Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

સોરઠીયાવાડી, નવલનગરમાં દારૂ પી વાહન હંકારતા ત્રણ પકડાયા

રમીઝ ખેબર, ઓસમાણ દલ અને હસમુખ સોનાગરની ધરપકડ

રાજકોટ તા. ૧૮: દૂધ સાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી-૧માં રહેતો રમીઝ ઇકબાલભાઇ ખેબર (ઉ.૩૦) દારૂ પી બૂલેટ નં. જીજે૩જેકયુ-૪૭ હંકારીને સોરઠીયાવાડી ચોકમાંથી નીકળતાં ભકિતનગરના હેડકોન્સ. રસિકભાઇ અને ધર્મેન્દ્રસિંહે પકડી લીધો હતો.

જ્યારે એએસઆઇ સાવજુભા જાડેજા, હેડકોન્સ. મહેન્દ્રસિંહ સહિતે વિનોદનગર આવાસ કવાર્ટર નં. ૧૦માં રહેતાં ઓસમાણ અબ્બાસભાઇ દલ (ઉ.૨૫)ને દારૂ પી નંબર વગરનું બાઇક હંકારીને સોરઠીયા વાડી ચોકમાંથી નીકળતાં પકડી લીધો હતો.

જ્યારે માલવીયાનગરના હેડકોન્સ. રાહીદભાઇ સમા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી સહિતે નવલનગર-૩માંથી હસમુખ વલ્લભભાઇ સોનાગર (ઉ.૪૩-રહે. નવલનગર-૯)ને દારૂ પી બાઇક નં. જીજે૩આરઆર-૫૯૫૯ હંકારતા પકડી લીધો હતો.

(3:57 pm IST)
  • અમદાવાદ:સરદાર પટેલની જયંતીએ 22મી ઓક્ટોબરે એકતા યાત્રા વિષયે સ્પર્ધા યોજવા આદેશ:પરીક્ષાના સમયે શિક્ષણ વિભાગે કર્યો આદેશ:શિક્ષણ વિભાગના પરિપત્રથી આચાર્યો અને સચાલકોમાં નારાજગી:વેકેશન પૂર્ણ થયા બાદ સ્પર્ધાનું આયોજન access_time 8:37 pm IST

  • સુરત:નાની અંબાજી ખાતેથી ગઇકાલે નીકળેલી રથયાત્રામાં બની અકસ્માત ઘટના:માતાજીના રથયાત્રા દરમ્યાન યુવક રથ પરથી નીચે પટકાયો:ઘટના બાદ લોકો વચ્ચે મચી નાશભાગ યુવક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો access_time 4:34 pm IST

  • વડોદરામાં સ્વાઈન ફ્લૂથી મહિલાનું મોતઃ સુરતમાં ૩ કેસ વધુ નોંધાયા ભાવનગરમાં પણ સ્વાઈન ફ્લૂના શંકાસ્પદ દર્દીનું મોત access_time 3:54 pm IST