Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

વૈશ્વિક મહામારી ભાગે અને અભયભાઈની તબિયત જલ્દી સારી થાય તે માટે રૂદ્રાભિષેક

પાલીતાણા કાલભૈરવ પીઠના આચાર્ય પૂ.રમેશભાઈ શુકલ કહે છે 'ૐ ક્રામ ક્રીમ ક્રુમ કોરોનાય વિનાશાય વિનાશાય સતકાલમ્ હુંફટ સ્વાહા'ના મંત્રોચ્ચાર સાથે દરરોજ આહુતિ અપાય છે

રાજકોટ : કોરોનાએ હાહાકાર સર્જી દીધો છે. કોરોનાને નાથવા વેકસીન હજુ શોધાણી નથી ત્યારે આ મહામારીને નાથવા પ્રાર્થના, દુઆ કરવી જોઈએ.  ખૂબ જ વિખ્યાત એવા પાલીતાણા ગામમાં બિરાજતા  કાલભૈરવ દાદાના શ્રી કાલભૈરવ પીઠના આચાર્ય શ્રી રમેશભાઈ શુકલા જણાવે છે કે પુરાણ કાળમાં દૈવી ભાગવતમાં રકતબીજ નામનો એક રાક્ષસ હતો. આ રાક્ષસના લોહીનું એક ટીપુ જમીન ઉપર પડે એટલે તેમાંથી હજારો રાક્ષસ ઉત્પન્ન થતા હતા. એ જમાનામાં એ મોટો વાયરસ હતો. કોરોના તેનું જ એક સ્વરૂપ છે. તેની વિશિષ્ટતા એ છે કે તે દેખાતો નથી. હાલમાં તેની દવા નથી જેથી પ્રાર્થના, દુઆ કરવી પડે. હાલમાં શ્રી કાલભૈરવ દાદાના સાનિધ્યમાં આ વૈશ્વિક મહામારીને નાથવા દરરોજ 'ૐ ક્રામક્રીમક્રુમ કોરોનાય વિનાશાય વિનાશાય સતકાલમ્ હુંફટ સ્વાહા'ના મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવામાં આવે છે. કાલભૈરવ પીઠના આચાર્ય શ્રી રમેશભાઈ શુકલા જણાવે છે કે રાજયભાના સાંસદ અને સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્વાજની તબિયત જલ્દી સારી થઈ જાય તેમજ દુનિયાભરમાંથી આ મહામારી ભાગે તે માટે રૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો.

(12:57 pm IST)