Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

અમદાવાદમાં છેતરપીંડીના ગુનામાં ફરાર ધર્મેશ ઉર્ફે ધમો રાજકોટમાં પકડાયો

રાજકોટ તા. ૧૯: અમદાવાદમાં છેતરપીંડીના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા રાજકોટના શખ્સને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે.મળતી વિગત મુજબ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદીપસિંઘ તથા જોઇન્ટ કમિશનર અજય ચૌધરીની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી. પટેલ તથા હેડ કોન્સ. ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, અમીનભાઇ, જયદીપસિંહ, પ્રધ્યુમનસિંહ, જીજ્ઞેશભાઇ, હિરેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે અમીનભાઇ, જીજ્ઞેશભાઇ, જયદીપસિંહ તથા પ્રધ્યુમનસિંહને મળેલી બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાયેલ છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર ધર્મેશ ઉર્ફે ધમો ઉર્ફે ધર્મેન્દ્ર પ્રફુલભાઇ દવે (ઉ.વ. ૪૧) (રહે. કૃષ્ણનગર-૩, વોરા સોસાયટી પાસે જામનગર રોડ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:55 pm IST)