Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

પટેલ વેપારી સ્કોચની ૨૪ હજારની ૪ બોટલ સાથે પકડાયો

તાલુકા પોલીસ મથકના વિરેન્દ્રસિંહ જાડેજા અને વિક્રમ લોખીલની બાતમી પરથી પકડી લેવાયોઃ બાંગ્લાદેશ ઢાકાથી લાવ્યાનું રટણ

રાજકોટ તા. ૧૯: મવડી મેઇન રોડ બાપા સિતારામ ચોક હરિદ્વાર કો.ઓ.હાઉસીંગ સોસાયટી-૪માં ગાત્રાળ કૃપા ખાતે રહેતાં પરેશ પોપટભાઇ તળપદા (ઉ.૪૦) નામના ઓટો પાર્ટસના વેપારી પટેલ યુવાનને તાલુકા પોલીસે મોંઘીદાટ સ્કોચની રૂ. ૨૪૯૦૦ની ચાર બોટલ સાથે પકડી લીધો છે.

કોન્સ. વિક્રમ લોખીલ અને વિરેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે મવડી ૧૫૦ રીંગ રોડ રીંગ રોડ પર રવેચી ટી સ્ટોલ પાસે ફૂટપાથ પર એક શખ્સ કબુતરી કલરનો થેલો લઇને ઉભો છે અને તેમાં વિદેશી દારૂની બોટલો છે. આ બાતમીને આધારે ટૂકડી ત્યાં પહોંચી હતી. થેલો તપાસમાં એબ્રેફિલેડી હાઇગહેલેન્ડ સિંગલ મોલ્ટ વ્હીસ્કીની એક બોટલ રૂ. ૯૨૫૦ની, અન્ય એક બોટલ રૂ. ૭૪૦૦ની, સિવાસ રિગલની રૂ. ૨૭૦૦ની તથા વસોપ બેરોન રમની એક બોટલ રૂ. ૫૫૫૦ની મળી કુલ ૨૪૯૦૦ની બોટલો મળતાં કબ્જે કરી ધરપકડ કરી હતી.

પી.આઇ. વી.એસ. વણઝારા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, કોન્સ. વિરેન્દ્રસિંહ એમ. જાડેજા, કોન્સ. ભગીરથસિંહ ઝાલા, વિક્રમ લોખીલ, ઉમેશ ચાવડા, દિપલબેન ચોૈહાણ, રૂપેશભાઇ પટેલ સહિતે આ કામગીરી કરી હતી. આ વેપારીએ પોતે બાંગ્લાદેશના ઢાકાથી આ બોટલો લાવ્યાનું રટણ કર્યુ હતું.

(3:40 pm IST)