Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

રાજકોટમાં વાહન ચાલકો ફરી'ઉઘાડા' માથે હેલ્મેટમાંથી ૧૫ ઓકટોબર સુધી મુકિત

હેલ્મેટ કે પી.યુ.સી ન હોય તો હાલ નવો - જુનો એકેય પ્રકારનો દંડ નહિ

રાજકોટ,તા.૧૯: રાજ્ય સરકારે તા.૧૫ ઓકટોબર સુધી હેલ્મેટ અને પી.યુ.સી.માં મુકિત આપતા બન્ને પ્રકારના દંડ હાલ વસુલવાનું બંધ કરવા સરકારે ,પોલીસે તંત્રને સૂચના આપી છે ટ્રાફિક ભંગના અન્ય તમામ પ્રકારના ગુન્હામાં નવી જોગવાઇ મુજબ જ દંડ લાગુ પડવા પાત્ર છે જુના કાયદા સ્થાને નવો કાયદો અમલમાં  આવી ગયો છે. તેથી નવા કાયદાનો અમલ મોકુફ હોય તો જુનો અમલમાં ન ગણાય તેમ સતાવાર વર્તુળો જણાવે  છે વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ સતાવાર અખવારી યાદી બહાર પાડી તેનો પણ મતલબ એવો જ થાય છે કે તા.૧૫ ઓકટોબર સુધી હેલ્મેટ પહેરવામાંથી મુકિત આપવામાં આવી છે. ૧૫ ઓકટોબર  પછી સરકાર શું નિર્ણય લ્યે છે? તે  તો વખતે ન ખબર પડશે. હેલ્મેટમાંથી મુકિત મળતા આજે રાજકોટમાં જુજ વાહન ચાલકોને બાદ કરતા બાકીના તમામ હેલ્મેટ વગર જ ટુ વ્હીર્લ્સ લઇને નીકળી પડયા છે. બે દિવસ ઠેર-ઠેર દેખાયેલા 'ટોપા' આજે કયાંય દેખાતા નથી. તા.૧૫ સુધી પી.યુ.સી.માંથી પણ મુકિત છે.

રાજય સરકાર દ્વારા ટ્રાફીકના નિયમોનું ચુસ્તપણે અમલ કરવાનો નિર્ણય કર્યો  છે. જે સંદભ ર્નાગરીકોને પડતી  હાલાકી અને તેમની રજૂઆતોને ધ્યાનેલઇનેઆ નિયમોમાં થોડી છુટછાટ આપવામાં આવી છે. રાજયમાં વાહન ચાલકોને સરળતાથી પી.યુ.સી. મળી રહેતેમાટે આગામી સમયમાં રાજયમાં ૯૦૦ થી વધુ પી.યુ.સી. સેન્ટરો નવા ખોલવામાં આવશે. આ માટેની ટેન્ડર પ્રક્રિયા કરી દિન-૧૦માં સ વરેશશ્ય થઇ જશે. P.U.C ની છુટછાટની મુદત ૧૫મી ઓકટોબર- ૨૦૧૯ સુધી લબં ાવવામાંઆવેછે.

માન. મંત્રીજી શ્રીફળદુએ કહયુહતું કે, નાગરીકોને  હેલ્મેટની ખરીદીમાં પડતી હાલાકી તથા રાજયમાં પુરતા પ્રમાણમાં  હલ્મેટ ન હોઇ તેને ધ્યાને લઇને નાગરીકો હેલ્મેટ ખરીદી શકે તે માટે આગામી ૧૫મી ઓકટોબર-૨૦૧૯ સુધી નાગરીકો ટુ વ્હીલર ઉપર નહી પહેરે તો તેઓની સામેકોઇ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે નહી.

(3:37 pm IST)