Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

મહમદ ગોલીના દિકરા સાથે સમાધાન કરવાની સલાહ આપનાર પિતાને બે પુત્રોએ ઘુસ્તાવ્યા

ભીસ્તીવાડના પ્રોૈઢ અકબરભાઇ ખિયાણીની પુત્રો વસીમ, મિરજાદ અને બંનેના મિત્ર અલી વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ તા. ૧૯: ભીસ્તીવાડના સંધી પ્રોૈઢ અકબર ખિયાણીએ પોતાના બે દિકરાને મહમદ ગોલીના દિકરા સાથે ચાલતી માથાકુટમાં સમાધાન કરી લેવાનું કહેતાં આ બંને દિકરાએ તેના મિત્ર સાથે મળી માર મારતાં અને જો સમાધાનનું કહ્યું તો મારી નાંખશું તેવી ધમકી આપતાં ગુનો દાખલ થયો છે.

પોલીસે મોરબી હાઉસ સામે ભીસ્તીવાડમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં અકબરભાઇ અબ્દુલભાઇ ખિયાણી (સંધી) (ઉ.વ.૫૮)ની ફરિયાદ પરથી તેના જ પુત્રો મિરજાદ અકબરભાઇ ખિયાણી, વસીમ અકબરભાઇ ખિયાણી અને આ બંને ભાઇઓના મિત્ર અલી સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

અકબરભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવું છું. મારે સંતાનમાં છ દિકરી અને છ દિકરા છે. મારી સાથે સલિમ, વસીમ, અબ્દુલ, મુસ્તુફા અને ત્રણ દિકરીઓ રહે છે. બે દિકરા એઝાઝ અને મિરજાદ અલગ રહે છે. બુધવારે બપોરે હું ઘરના રવેશના ખુણે ઉભો હતો ત્યારે મારા પત્નિ ખતુબેન અને દિકરીઓ મકાનના બીજા માળે હતાં. દિકરા વસીમ અને મિરજાદ  નીચેના માળે મારી સાપાસે ઉભા હતાં. આ અ વખતે આ બંનેને તેનો મિત્ર અલી મળવા આવતાં મેં મિરજાદ અને વસીમને કહેલ કે  તમારે લોકોને મહમદ ગોલીના દિકરા સાથે ઝઘડો ચાલે છે જેથી તમારે તેની સાથે અવાર-નવાર માથાકુટ થાય છે, આના કરતાં તમારે સમાધાન કરી લેવું જોઇએ.

આ વાત કરતાં મારા દિકરાઓને ન ગમતાં મિરજાદે મને ગાળો આપી હતી અને સમાધાનનું કહ્યું તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બીજા દિકરા વસીમ અને તેના મિત્ર અલીએ મળીમથે માથા-પીઠમાં ઢીકા-પાટુનો માર પણ મારતાં મુંઢ ઇજાઓ થઇ હતી. બનાવ વખતે અન્ય દિકરો સલિમ બહારથી આવી ગયો હતો અને પત્નિએ પણ ઉપરથી બનાવ જોયો હતો. મેં આ ત્રણેયને હું પોલીસ ફરિયાદ કરુ છું તેમ કહેતાં ત્રણેય ભાગી ગયા હતાં.

પીઆઇ બી. એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ બી. પી. વેગડા, બાબુલાલ ખરાડી સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:12 pm IST)