Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

સંગીતની સુમધુર સુરાવલી સંગ સહિયરના ખેલૈયાઓ ઝુમશે

ફ્રેશ સ્ટેપ, સાંગ કલેકશન, લોકગીત અને ગરબામાં ધૂમ મચાવશે * સુરેન્દ્રસિંહ વાળાના નેતૃત્વમાં ચાલતી તૈયારીઓ

રાજકોટ, તા. ૧૯ : છેલ્લા ૧૮ વર્ષથી રાસરસીયાઓને ઘેલુ લગાડતા સહિયર કલબ દ્વારા આ વર્ષે પણ રેસકોર્ષમાં ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

સતત ૧૮ વર્ષની સફળતા બાદ સહિયર કલબ દ્વારા ૧૯ મા વર્ષે પણ સફળતાના શિખરો સર કરવા તૈયારીને આખરી ઓપ અપાઇ ચુકયો છે, શહેરના હાર્ટ પોઇન્ટ રેસકોર્સ ગ્રાઉન્ડ પર જાજરમાન સહિયર આકાશ લેશે. સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, વાઇસ પ્રેસીડેન્ટ ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા તથા યંગેસ્ટ ઇવેન્ટ પ્લાનર ક્રિષ્નપાલસિંહ વાળા દ્વારા સહિયર રાસોત્સવ માટે સતત મીટીંગોનો ધમધમાટ થઇ રહ્યો છે.

ગ્રાઉન્ડ ડિઝાઇન, વોર્મલાઇટ લાઇટીંગ, ફલોરીંગ મેટીંગ, ખેલૈયાઓ તથા પ્રેક્ષકોની સુગમ એન્ટ્રી એકઝીટ, વી.આઇ.પી; એરેન્જમેન્ટ ઉપરાંત સમગ્ર ગ્રાઉન્ડ પર સી.સી.ટી.વી.ની ચાંપતી નજર અને સહિયરની લાજવાબ સુરક્ષા વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રીત કરાઇ રહયું છે; આયોજન કોઇ એક નહી પરંતુ તમામ પાસાઓમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે તેવા અભિગમથી ચાલતા સહિયરની વિશેષતા હંમેશા રંગમંચ હોય છે.

સ્ટેજ પરથી ગવાત્ત્।ા ગીતો અને મજબુત તાલ..... ખેલૈયાઓને જોમ આપે છે. સહિયર રાસોત્સવમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કલેકશન બાયહાર્ટ ગીતો યુવા ગાયક જેને ખેલૈયાઓએ 'ડાંડીયા' કિંગ' તરીકે સ્વીકાર્યો છે તેવો લોકલાડીલો ગાયક રાહુલ મહેતા સાથે સુફી અને તારકાપાકની રેન્જ ધરાવતો યુવા ગાયક સાજીદ ખ્યાર તથા રાજકોટને ખૂબ લાંબા સમયે ડાંડીયા કવીન કહી શકાય તેવી ગાયીકા પણ છે ચાર્મી રાઠોડ દેશી ગીતો સાથે ખેલૈયાઓને ઝુમાવશે.

સહિયર રાસોત્સવનું જમાપાસુ સતત ૧૯ મા વર્ષે સ્ટેજ મેનેજમેન્ટ, શબ્દોથી સંચાલન સાથે ગાયક તરીકે પોતાના આગવા કલેકશન સાથે તેજસ શિશાંગીયા પોતાના સંગીત વૃંદ... જીલ એન્ટરોન્મેન્ટ સાથે ખેલૈયાઓને રાસે રમાડવા તત્પર છે. મજબુત તાલ સંચાલન રીધમ કિંગ ખોડીદાસ વાઘેલા, કીબોર્ડ વીઝર્ડ દિપક બહેલ, રવિ બાલી (ગીટાર) અને બેન્જો પર સાગર સાથ આપશે.

સહિયરની બીજી વિશેષતા સાઉન્ડ સીસ્ટમની હોય છે. લાઇન બેકે ફ્લાઈંગ સીસ્ટમ દ્વારા પેરેમાઉન્ટ સાઉન્ડ - સુનિલભાઇ પટેલ આ વર્ષે પણ ગ્રાઉન્ડ ગજાવશે.

આગંતુકોની તમામ સુવિધા પર ધ્યાન આપી પ્રેક્ષકો માટે વિશેષ સ્ટેડીયમ સીટીંગ એરેન્જમેન્ટ ગોઠવવામાં આવશે, હેલ્ધી ક્રુડઝોન પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે.

સહિયર રાસોત્સવનું શ્રેષ્ઠ આયોજન બનાવવા સહિયરના આયોજકો -શ્રેષ્ઠ બનવા માટે સતત પ્રયત્નશીલ રહેવામાં માનતા સહિયર કલબના ચેરમેન અને રાજકોટ શહેર ભા.જ.પ.ના મંત્રી સુરેન્દ્રસિંહ વાળા, વાઇસ ચેરમેન ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, સેક્રેટરી કૃષ્ણસિંહ જાડેજા, ઇવેન્ટ પ્લાનર ક્રિષ્નપાલનસિંહ વાળા, રાજેન્દ્રસિંહ ચુડાસમા (મામા સરકાર) તથા આયોજકો સર્વશ્રી વિજયસિંહ ઝાલા, જયદિપભાઇ રેણુકા, સમ્રાટ ઉદેશી;- પ્રકાશભાઇ કણસાગરા, જતીન આડેદરા; હિરેન ચંદારાણા, બંકિમભાઇ મહેતા, ડી.એન.પટેલ, રાજવિરસિંહ ઝાલા, મિથુનભાઇ સોની, પરેશભાઇ પાટડીયા, નિલેષભાઇ ચિત્રોડા, રાહુલસિંહ ઝાલા, જગાભાઇ પટેલ, પંકજભાઇ ફીચડીયા, ભરતભાઇ ઢોલરીયા, ધેર્ય પારેખ, સુશીલભાઇ ફીચડીયા, કર્ણભાઇ, દિપકસિંહ જાડેજા, અહેમદ સાંધ, મનસુખભાઇ ડોડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, શૈલેષભાઇ ખખ્ખર, શૈલેષભાઇ પંડ્યા, મિલનભાઇ ગોહેલ, સુનિલ પટેલ, નિકુભાઈ, કે.સી.ગોહિલ, રાજન મહેતા, રવિરાજસિંહ જાડેજા જહેમત ઉઠાવી રહયા છે.

સહિયર કલબના સીઝન પાસના બુકીંગ માટે સંપર્ક : ૮૯૮૦૦ ર૧૩ર૧ - ૩૧ર, સીલ્વર સેમ્બર, ૩જે માળે, ટાગોર રોડ, રાજકો૮. ઓનલાઈન રજીસ્ટ્રેશન : www.sahiyarclub.com.

(1:11 pm IST)