Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

'રાજકોટ કા રાજા' લોકદરબારમાં કોર્પોરેટરો - આગેવાનોએ ગણુદાદાની આરતીનો લાભ લીધો

 

૨૧૯

રાજકોટ : મધુવન કલબ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ 'રાજકોટ કા રાજા' લોક દરબારમાં  ગઇકાલે ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, વોર્ડ નં. ૧૨માથી પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, અગ્રણી જે.ડી. ડાંગર, મહામંત્રી  સુરેશભાઇ રામાણી, પ્રભારી અમરદીપ બાલાસરા, દશરથસિહ જાડેજા, આઇ.ટી. સેલ કોન્વીનર શકિતસિંહ ઝાલા, શહેર કારોબારી સભ્ય  મેહુલ પટેલ, પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળવા, કિશન ટીલવા, પાર્થરાજસિંહ, વ્યોમ વ્યાસ, જયરાજસિંહ જાડેજા, ડો. પ્રિતેશ પોપટ, અશ્વિન રાખશિયા, અનિરુદ્ઘ ધાંધલ, મીત મહેતા, જય ગજ્જર, વોર્ડ નં.૧ પ્રમુખ શ્રી હસુભાઈ ચોવટીયા, કોર્પોરટર જયાબેન ડાંગર, કોર્પોરેટર  નિતિનભાઈ રામા, શહેર અનુ.જાતિના ઉપપ્રમુખ વજુભાઈ લીંબાસિયા, જીતુભાઈ ચાવ, સમીરભાઈ ખીરા, નિલેષભાઈ જળુ, લલિતભાઈ વડોલીયા, સોમભાઇ ભાલિયા, જે.પી. ધામેચા, નરેશભાઇ પ્રજાપતિ, રાજનભાઈ સિંધવ, રમેશભાઈ જાદવ, ધરમેશભાઈ રાઠોડ, દિનેશભાઇ કણઝરિયા, મનોજભાઇ ડોડીયા, અશોકભાઇ જાદવ, મોહિતભાઈ પરમાર, ભરતભાઇ આહીર, તેમજ લોધા સમાજનાં ફૂલસિંગભાઈ જરિયા, કાનાભાઇ જરિયા, નારણભાઇ જરિયા, પરશોતમભાઈ જરિયા, અર્જુનભાઈ જરિયા  વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ ગઈ કાલે રાત્રે 'રાજકોટ કા રાજા'ના મંચ ઉપર સપ્તસૂર ગ્રુપ ના શ્રી આશિતભાઈ સોનપાલ તેમજ સાથીઓ અને એન્કર તરીકે મીનલબેન સોનપાલના ગ્રુપ  દ્વારા જૂના યાદગાર ગીતો ની મહેફિલ જમાવવામાં આવી હતી અનેરો સંગીતમય સમા બંધાય ગયેલો હતો. 

'રાજકોટ કા રાજા'માં આવનારા દિવસોમાં શ્રીનાથજી ની ઝાંખી, ૫૬ ભોગ, અમરનાથ યાત્રા દર્શન, ભસ્મેશ્વર બાબાના દર્શન, ફૂલોની મહાઆરતી ના પણ દર્શન કરાવવામાં આવનાર છે. આયોજનમાં કલબના પ્રમુખ આશિષભાઈ વગડિયા, રાજભા ઝાલા, રાજુભાઇ કીકાણી, મહેશભાઇ જરીયા, સની જરિયા તેમજ સર્વે કમિટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૭.૧૭)

(3:59 pm IST)