Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

રાજસ્થાનમાં તમામ સીટ પર EVMની સાથે ઉપયોગ થશે VVPAT : ચૂંટણી પંચનો નિર્ણય

ઇવીએમ પર થતી શંકા કુશંકાઓને જડમુળથી ઉખાડી ફેંકવા માટે ચુંટણીપંચ મકકમ

જયપુર, તા.૧૯: મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે કહ્યું કે, આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર તમામ ૨૦૦ વિધાનસભા ચૂંટણી ક્ષેત્રોમાં વીવીપેટ અને ઇવીએમ ૩ મશીનો દ્વારા મતદાન કરાવવામાં આવશે. રાજયનાં ૫૧,૭૯૬ મતદાન કેન્દ્રો પર ઇવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં  યુપી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો એકતરફી બાજપનાં પક્ષમાં ગયા બાદથી જ ઇવીએમની વિશ્વસનીયતા મુદ્દે વિપક્ષી દળ અવાજ ઉઠાવતા રહ્યા છે. એટલે સુધી કે તેઓ ચૂંટણી પંચને પણ આ અંગે ફરિયાદ કરી ચુકયા છે.ત્યારે ચૂંટણી પંચ ઇવીએમ પર થતી શંકા કુશંકાઓને જડમુળથી ઉખાડી ફેંકવા માટે પ્રતિબદ્ઘબન્યું હોવાનું મનાય છે.(૨૨.૯)

 

(3:53 pm IST)