Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભકિતનગર પોલીસે છ ચિલઝડપ અને એક વાહન ચોરી મળી કુલ ૭ ગુના ઉકેલ્યા

સુરેશ ઉર્ફ ચોટાએ ચિલઝડપના વધુ ૩ ગુના કબુલ્યાઃ ચોરાઉ માલ ખરીદનાર પણ પકડાયો : મયુરનગર અંબિકા પાર્કના રાજુ રાઠોડ પાસેથી ૧.પ૦ લાખનો સોનાનો ઢાળીયો કબ્જે લેવાયો

 

રાજકોટ તા. ૧૯: ભકિતનગર પોલીસે મનહરપરાના સુરેશ ઉર્ફ સુનિલ ઉર્ફ ચોટો હરિભાઇ બાબરીયા (ઉ.૨૮)અને અંબિકા સોસાયટીના મુકેશ વજુભાઇ પરમાર (ઉ.૨૦)ને સોરઠીયાવાડી સર્કલ પાસેથી પકડી લઇ આકરી પુછતાછ કરતાં એક  બાઇક ચોરી અને ત્રણ ચિલઝડપના ગુના આ બંનેએ કબુલ્યા હતાં. નામચીન શકિત ઉર્ફ ટબુડી વિનુભાઇ સોલંકીનું પણ નામ ખુલતાં તેને ક્રાઇમ બ્રાંચે પકડી લીધો હતો. સુરેશ ઉર્ફ ચોટાની વિશેષ પુછતાછ થતાં તેણે યુનિવસ્ર્ટિી પોલીસ મથક હેઠળના વિસ્તારોની વધુ ત્રણ ચિલઝડપ કબુલી છે. તેમજ પોલીસે તેની પાસેથી ચોરાઉ ચેઇન ખરીદનારા મયુરનગર અંબિકા સોસાયટીના રાજુ ધીરૂભાઇ રાઠોડ (ચુનારા) (ઉ.૨૯)ને પણ પકડી લઇતેની પાસેથી રૂા. ૧ાા લાખની કિંમતનો સોનાનો ઢાળીયો કબ્જે લીધો છે. 

સુરેશ ઉર્ફ ચોટાના રિમાન્ડ મંજુર થતાં તેની વિશીષ્ટ ઢબે પુછતાછ થતાં તેણે વધુ ત્રણ ચિલઝડપ કબુલી હતી. તેમજ ચિલઝડપથી મેળવેલા ચેઇન રાજુ રાઠોડને વેંચ્યાનું કબુલ્યું હતું. તેના આધારે આ શખ્સને પણ દબોચી લેવાયો છે. તેની પાસેથી સોનાનો ઢાળીયો કબ્જે લેવામાં આવ્યો છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની તથા એસીપી બી. બી. રાઠોડની રાહબરીમાં પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, નિલેષભાઇ મકવાણા, મહેન્દ્રભાઇ ડોડીયા,  સલિમભાઇ મકરાણી, વિક્રમભાઇ ગમારા, રાણાભાઇ કુગશીયા, હિતેષભાઇ અગ્રાવત, રાજેશભાઇ ગઢવી સહિતે આ કામગીરી કરી છે. (૧૪.૮)

(3:51 pm IST)