Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

'ત્રિકોણ બાગ કા રાજા'

આજે અરવિંદ બગથરીયા અને વિશાલ વરૂ ગ્રુપનો ડાયરો : કાલે શ્રીનાથજીની ઝાંખી

રાજકોટ : ત્રિકોણબાગ ખાતે બિરાજતા 'ત્રિકોણ બાગ કા રાજા'ની સન્મુખ દરરોગ ગુણગાન ગવાઇ રહ્યા છે. જેમાં ગઇકાલે સાંજે બહેનો માટે આરતી સુશોભન સ્પર્ધા યોજવામાં આવતા પ્રથમ પાંચક્રમે જાહન્વી ચૌહાણ, પીનાબેન કોટેચા, માધુરી ગોર, ઉર્વશી ચૌહાણ, દક્ષાબેન સોલંકી, રાધાબેન સોલંકી તેમજ આશ્વાસન ઇનામના વિજેતા અલ્પાબેન ડાભી અને કરૂણાબેન હરસોરા જાહેર થયા હતા.  ઇશ્કોન અને આર્ટ ઓફ લીવીંગના ભકિત સંગીતે અનેરો માહોલ જમાવી દીધો હતો. દરરોજ વિવિધ કાર્યક્રમોના આયોજનો થઇ રહ્યા છે. જે અંતર્ગત આજે અરવિંદ બગથરીયા ગ્રુપ અને વિશાલ વરૂ પ્રસ્તુત લોકડયારો યોજાશે. આવતીકાલે ગુરૂવારે રાત્રે શ્રીનાથજી ઝાંખીનો કાર્યક્રમ યોજેલ છે. સમગ્ર મહોત્સવના આયોજનને સફળ બનાવવા જીમ્મીભાઇ અડવાણીના માર્ગદર્શન હેઠળ ભરત રેલવાણી, કમલેશ સંતુમલાણી, ચંદુભાઇ પાટડીયા, પ્રભાત બાલાસરા, નિલેશ ચૌહાણ, કુમારપાલ ભટ્ટી, જયપાલસિંહ જાડેજા, ઉદયસિંહ જાડેજા, ભરત મકવાણા, કશ્યપ પંડયા, નાગજી બાંભવા, રાજન દેસાણી વગેરે સહીત ૧૦૦ થી વધુ કાર્યકરોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. (૧૬.૫)

(3:44 pm IST)