Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

રાજકોટ જિલ્લા પંચાયતના સભ્‍ય લાંચમાં પકડાયાનો પ્રથમ બનાવઃ સભ્‍ય પદ જોખમમાં

કે. પી. પાદરિયા પકડાતા પંચાયતમાં ચકચારઃ કોંગ્રેસમાંથી સસ્‍પેન્‍ડ થશે

રાજકોટ તા. ૧૯ :.. જેતપુર તાલુકાની પેઢલા બેઠક પરથી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં સભ્‍ય તરીકે ચૂંટાયેલા અને બળવા વખતથી ભાજપ તરફ ઝૂકેલા કિશોર પી. પાદરિયા ગઇકાલે ર લાખની લાંચના છટકામાં  ઝડપાતા જિલ્લા પંચાયતમાં ચકચાર જાગી છે. સામાન્‍ય રીતે સરકારી અધિકારીઓ, કર્મચારીઓ લાંચ લેતા ઝડપાતા હોય છે પણ ચૂંટાયેલા સભ્‍ય છટકામાં આવી ગયા હોય તેવું રાજકોટ જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત બન્‍યુ છે.

કોંગ્રેસના બેનર પર ચૂંટાયેલા સભ્‍ય હોવાથી પાર્ટી તેને સસ્‍પેન્‍ડ કરે તે સ્‍વભાવિક બાબત છે. પાર્ટીની ફરીયાદના આધારે તેને સક્ષમ ઓથોરીટી દ્વારા પક્ષાંતર ધારા હેઠળ નોટીસ મળેલ છે. ચૂંટાયેલા સભ્‍ય પર લાંચ જેવો ગંભીર આરોપ હોવાથી પોલીસની કામગીરીના અહેવાલના આધારે તેના સભ્‍યપદ પણ જોખમ સર્જાઇ ગયાનું જાણકાર વર્તુળો જણાવી રહ્યા છે. પ્રથમ તબકકે તેને સસ્‍પેન્‍ડ કરવામાં આવે તેવી શકયતા છે.

(12:06 pm IST)