Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

માત્ર વરસાદના ઝાપટામાં વીજળી ગુલની ૪૦૦ ફરિયાદો

વીજ કંપનીના કોલ સેન્ટરમાં ફોન બંધ થઇ ગયા? રૈયા રોડ, પોપટપરા, કોઠારીયા રોડ, મવડી સહીતના વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહેતા લોકરોષઃ કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા-કોર્પોરેટર અતુલ રાજાણીનો આક્ષેપ

રાજકોટ તા.૧૯: ગઇકાલે સાંજે શહેરના અર્ધા વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા પડયા હતા છતા વીજળી ગુલ થવાથી ૪૦૦ ફરિયાદો વીજ કંપનીના કોલ સેન્ટરમાં નોધાઇ છે. જેથી તંત્રના પ્રી-મોન્શુન કામગીરીની પોલ છતી થયાનું કોંગ્રેસના પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા અને કોંગી કોર્પોરેટર અતુલ રાણાીએ એક નિવેદનમાં જણાવ્યું છ.ે

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાની યાદી મુજબ રાજકોટ સ્માર્ટસીટીના બણગા અને મુખ્યમંત્રીના રાજકોટમાં ગઇકાલે સાંજે ધીમકી ધારે નજીવા વરસાદ થતા જ તંત્રની પોલ ખુલી પડી ગઇ હતી પ્રિમોન્સુન કામગીરીના બણગા વચ્ચે રાજકોટમાં કલાકો સુધી લાઇટ ગુલ થઇ હતી અને ૪૦૦ થી વધુ ધડાધડ ફરીયાદો થતા તમામ ફોનની ઘંટડી વાગવાનું બંધ થતા ફરીયાદો અટકી પડી હતી અને લાઇટો ગુલ થાય તેની સાથોસાથ દર વર્ષે કોલ સેન્ટર અને ફોલ્ટ સેન્ટરના તમામ ફોન પણ શોભાના ગાંઠીયા જેવા બની જાય છ.ે

શહેરના ગૌરવપથ રોડના વિસ્તારો રૈયા તરફના વિસ્તારો, પોપટપરા સહિતના અડધા રાજકોટમાં વીજબતી ગુલ થતા લોકોને હાલાકી વેઠવી પડીહતી ૧૩૦૦ર૩૩ ૧પપ૩૩૩ ફોન અને અન્ય ફોન પર રીંગ વાગે કોઇ ઉપાડે નહિ અને અમુક ફોન ડબલા બની જતા જે ૧૦૦૦ થી વધુ ફરીયાદો થવી જોઇએ તે અટકી હતી દરેક વખતે પીજીવીસીએલ પ્રિમોન્સુન કામગીરી કહે છે અને દાવો કરે છે. સામાન્ય વરસાદે લાઇટો ગુલ નહી થાય પરંતુ એ દાવો પોકળ રહ્યો હતો અને ધડાધડ ફરીયાદો થતા પીજીવીસીએલ ના અધિકારીઓ હાંફડા-ફાંફડા થયા હતા અને લોકોને કલાકો સુધી સીએમના વિસ્તારમાં હાડમારી વેઠવી પડી હતી.

(4:29 pm IST)