Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ચાણકય વિદ્યામંદિરમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી

રાજકોટઃ ચાણકય વિદ્યા મંદિરના પ્લેહાઉસથી ધો. ૧રના વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવી. ચાણકય વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ગુરૂ માત પિતા, પ્રાર્થના બાદ વિદ્યાર્થીઓએ શાળાના મેનેજીંગ ટ્રસ્ટિ પ્રવિણભાઇ રૂપાણી, નિયામક નિલેશભાઇ દેસાઇ, આચાર્ય હર્ષિદાબેન આરદેશણાના ચરણ ધોઇ, કંકુ ચોખા વડે પુજન કરી કંકુનું તિલક કરી ગુરૂપુજાની શરૂઆત કર્યા બાદ બધા જ શિક્ષકોનું પુજન કર્યું. વિદ્યાર્થીનીઓ દ્વારા ગુરૂબ્રહ્મા, ગુરૂવિષ્ણુ શ્લોક પર ખુબજ સરસ કથ્થક નૃત્ય રજુ કર્યું. કાર્યક્રમમાં મેનેજીંગ ટ્રસ્ટિશ્રી પ્રવીણભાઇ રૂપાણી તેમજ નિયામક નિલેશભાઇ દેસાઇએ પ્રસંગોચિત વાત કરતા કહ્યું કે વિદ્યાર્થીઓએ માત્ર શિક્ષણ મેળવીને કામ પુરૃં નથી સમજવાનું પરંતુ તે શિક્ષણ દ્વારા તમે બીજાને ઉપયોગી થાવ, બીજાને મદદરૂપ થઇ તમે પણ આગળ વધો અને બીજાને પણ આગળ વધવામાં મદદરૂપ થાવ. તમારો વિકાસ કરો સાથે સમાજને પણ વિકસિત કરો. તમને મળેલા જ્ઞાનને સમાજ ઉપયોગી. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષક દિનેશભાઇ ખમવાર, દિવ્યાંગભાઇ ગોસ્વામી, હરિપ્રિયાબેન, રેશ્માબેન, શીવાનીબેન એ જહેમત ઉઠાવી આયોજન માટે ટ્રસ્ટિઓ તેમજ આચાર્ય હર્ષિદાબેન આરદેશણા તેમજ આચાર્ય રશ્મિબેન બગથરીયા એ વિદ્યાર્થી તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.

(4:24 pm IST)