Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

રાષ્ટ્રીયશાળા સંચાલિત સંગીત વિદ્યાલયમાં ગુરૂવંદના

રાજકોટ : ગુરૂપૂર્ણિમાની ઉજવણીરૂપે રાષ્ટ્રીયશાળા સંચાલિત સંગીત મહાવિદ્યાલય ખાતે ગુરૂવંદનાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વોકલ, વાદનના અહીં વર્ગો ચાલી રહ્યા છે. જેમાં હાર્મોનીયમ, ગીટાર, સીથ્થેસાઇઝર, સીતાર, તબલા, ભરત નાટયમ, કથ્થકની તાલીમ અપાઇ રહી છે. ભરત નાટયમ અને કથ્થકના વર્ગો અઠવાડીયામાં ત્રણ દિવસ અને બાકીના વર્ગો દરરોજ સવારે ૮ થી ૧૦ અને સાંજે ૪ થી ૭ નિયમિતપણે ચાલી રહ્યા છે. જેમાં છ વર્ષથી લઇને ૬૦ વર્ષની વયના તલીામાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. ગુરૂપૂર્ણીમા નિમિતે સંગીત વિદ્યાલયના તાલીમાર્થીઓ દ્વારા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઇ ભટ્ટની ઉપસ્થિતીમાં કલા પ્રસ્તુતી કરાઇ હતી. દરેક વિભાગના તાલીમાર્થીઓએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.

(4:21 pm IST)