Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

દિકરીઓની સુરક્ષાને ધ્યાને લઈ અંદર વાહનની મંજુરી આપી નથી...વાલી સહકાર આપે

નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના પ્રિન્સીપાલ સીસ્ટર સીનીની અપીલ

રાજકોટ, તા. ૧૯ :. શહેરની પ્રથમ હરોળની અંગ્રેજી માધ્યમની સ્કૂલ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં છેલ્લા કેટલાક દિવસથી પાર્કિંગના પ્રશ્ને અમુક વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થી સંગઠનો પણ રજૂઆત કરી રહ્યા છે ત્યારે નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના પ્રિન્સીપાલ સીસ્ટર સેનીએ વાલીઓને સહકાર આપવા ખાસ અનુરોધ કર્યો છે.

નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના પ્રિન્સીપાલ સીસ્ટર સેનીએ જણાવ્યુ છે કે, શાળા પરિસરમાં ૪૫ સ્કૂલ વેન અને રીક્ષાને અંદર પાર્ક કરવાની મનાઈ કરી છે કારણ કે શાળામાં અભ્યાસ કરતી ૩૫૦૦ દિકરીઓની સુરક્ષાનો પ્રશ્ન મુખ્ય બને છે. માત્ર દિકરીઓની સ્કૂલ હોવાથી સલામતીને કારણે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાલીઓએ પણ સહકાર આપવો જોઈએ.

સીસ્ટર સેનીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સ્કૂલ પરિસરમાં ૪૫થી વધુ સ્કૂલ વેન અને રીક્ષા અંદર પાર્ક થઈ શકે તેમ ન હોય તેમજ જો સ્કૂલ વેનને અંદર પ્રવેશ આપવામાં આવે તો અનેક પ્રશ્નો સર્જાઈ શકે તેમ છે તેથી દિકરીઓની સલામતી માટે વાલીઓ શાળાને સહકાર આપે.

(4:18 pm IST)