Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

જીપીઆઇડી એકટ હેઠળના ગુન્હામાં આરોપીને જામીન પર છોડતી સેસન્સ કોર્ટ

રાજકોટ તા. ૧૯ : ગુજરાત મેરીટ ટાઇમ બોર્ડના કર્મચારીને આઇપીસી કલમ ૪૦૬ ,૪૨૦, તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટ (જીપ.આઇડી) એકટ હેઠળ નોંધાયેલ ગુન્હામાં રાજકોટની સ્પે. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે રૂ.૧૫૦૦૦ના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત મુજબ ફરિયાદી રેખાબેન ભેરાભાઇ બારૈયા રહે. ભાવનગરવાળાએ  ઘોઘા પોલીસ સ્ટેશનમાં કિશોરભાઇ રતિભાઇ પરમાર તથા અન્યો સામે રોકાણકારોના નાણા ઉઘરાવીને ઉચાપત કર્યા સબબની આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, , ૪૬૫ ,૧૧૪ તથા જીપીાઇડી એકટની કલમ (૩) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓએ કિશોર રતિભાઇ પરમારની ધરપકડ કરી હતી.

બનાવની વિગત મુજબ આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઇ પીએફઈન્ડિયા પ્રાઇવેટ લિમીટેડ નામની કંપની ચલાવતા જયંતિભાઇ બેચરભાઇ તથા તેમનો પુત્ર, પુત્રી અને પત્ની તથા કિશોરભાઇ કંપનીના નામે પૈસા ઉઘરાવતા હતા. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઇ જુદી જુદી તારીખોએ  શરૂઆતમાં કટકે કટકે રોકડા રૂપિયા આપી  પછી પૈસા પરત કરવાની મુદ્દતે આરોપીઓએ ખોટી કંપનીના નામના ચેક આપી ફરિયાદી તથા સાહેદોની રકમ ઓળવી જઇ એકબીજાની મદદગારી કરી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી  ગુેન્હો નોંધાવતા અરજદાર કિશોરભાઇ રતિભાઇ પરમાર અહીની સ્પે. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં છુટવા જામીન પર અરજી કરી હતી. આ કામના અરજદારના એડવોકેટ  કૌશિક એમ. ખરચલિયાએ જણાવેલ કે અરજદાર સરકારી કર્મચારી છે તેઓ ગુજરાત મેરિટ ટાઇમ બોર્ડમાં ફરજ બજાવે છે બનાવ સાંજે છ વાગ્યે બનેલ હતો. જ્યારે અરજદાર ફરજ પર હતા. માત્ર કોકની ચડામણીથી અરજદાર સામે ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે. અરજદાર કહેવાથી કોઇ કંપની સાથે સંકળાયેલ પણ નથી. અને બનાવ વખતે તેઓ હાજર પણ નહોતા.

અરજદાર તરફે રજુઆત અને દલિલને ધ્યાનમાં લઇ રાજકોટની સ્પે. ડિસ્ટ્રીકટ  એન્ડ સેસન્સ કોર્ટે અરજદારને રૂપિયા ૧૫૦૦૦ના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે જીપીઆઇડી એકટ હેઠળ સૌરાષ્ટ્રના ગુન્હાનુ કાર્યક્ષેત્ર રાજકોટ હોઇ ઘોઘા પોલીસ સ્ટેશનના ગુન્હા સબબ ની ફરિયાદ માટે અરજદારે રાજકોટની સ્પે. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેનો ઐતિહાસિક ચુકાદો કોર્ટે આપ્યો છે. આ કામ અરજદારવતી એડવોકેટ કૌશિક એમ. ખરચલિયા , ઈમરાન હિંગોરજા તથા તેજસ એમ. ખરચલિયા રોકાયા હતા.

(3:36 pm IST)