Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સ્પોર્ટસના સાધનોના અભાવે રમતવીરની પ્રગતિ અટકવા દેવામાં નહિ આવેઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટમાં સૌરાષ્ટ્ર સ્પોર્ટસ એન્ડ સોશિયલ કલબની સ્થાપનાઃ કુ.દેવયાનીબા ઝાલાને સ્પોર્ટસકીટ અર્પણ

રાજકોટ, તા. ૧૮, રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા રમત-ગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકાઈ છે. યુવાનો ખેલકૂદ માટે પ્રેરાય તે માટે અઢળક પ્રોત્સાહનો આપવામાં આવે છે. રમતવીરો સ્થાનિકથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષાની એશિયાડ, ઓલમ્પિક સહિતની સ્પર્ધાઓમાં હિસ્સો લઇ સુવર્ણચંદ્રકો જીતી લાવે અને દેશનું નામ ઉજ્જવળ કરે તેવો સરકારનો અભિગમ છે. આના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાએ રેસકોર્સ ખાતે એથ્લેટિક સહિતની જુદી જુદી રમતો માટે અદ્યતન સુવિધાયુકત 'પ્લે-ગ્રાઉન્ડ'બનાવ્યા છે અને અનેક સ્વૈચ્છિક, સામાજિક સંસ્થાઓ પણ ખેલ-કૂદને પ્રોત્સાહન આપી રહી છે તેનો મહત્તમ લાભ ઉઠાવી મજબૂત સમાજ અને સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ કરવા ભાજપ અગ્રણી અને પ્રવકતા રાજુભાઈ ધ્રુવે યુવાવર્ગને હાકલ કરી છે.

આ તક 'સૌરાષ્ટ્ર સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ કલબ' સ્થાપવામાં આવી છે. 'એથ્લેટિકસ' સહિતની વિવિધ 'આઉટડોર'રમતો રમવા અને તેની ઉત્તમ તાલીમ લેવા યુવાપેઢીને પ્રોત્સાહિત કરવાનો સંસ્થાનો હેતુ છે. આ પ્રસંગે, સંસ્થાના અગ્રણી રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે, આપણી યુવાપેઢી એથ્લેટિક સહિતની રમતો તરફ વળે, શારીરિક રીતે ખડતલ તથા મજબૂત બને અને ભવિષ્યમાં દેશ, સમાજની સેવાના ઉત્તમ કાર્યોમાં જોડાય એવા નાગરિકોનું નિર્માણ કરવાનો અમારી સંસ્થાનો ઉદ્દેશ છે. આ માટે ખેલાડીઓ ને રમતપ્રેમીઓ ના સહયોગથી આકર્ષક ઈનામો, પુરસ્કારો આપીને, સન્માનિત કરીને પ્રોત્સાહન અપાશે.

રેસકોર્ષ એથ્લેટિક ગ્રાઉંડ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં, વડોદરા ખાતે આગામી સમયમાં યોજાનારી એથ્લેટિકની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલાં રાજકોટનાં ધો. ૧૦નાં વિદ્યાર્થીની દેવયાનીબા ઝાલાને રમતપ્રેમી પી. ડી. અગ્રવાલ તથા રાજુભાઇ ધ્રુવના હસ્તે ટી-શર્ટ તથા સ્પોર્ટ્સ શૂઝ સહિત સ્પોર્ટ્સ-કીટ એનાયત કરવામાં આવી હતી. કુ.દેવયાનીબા ઝાલા શ્રી કલ્યાણ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેમના પિતા મહેન્દ્રસિંહ ઝાલા સ્પોર્ટસમાં ઊંડો રસ ધરાવે છે, તેઓ પુત્રીને ખેલ-કૂદ માટે સતત પ્રોત્સાહિત કરતા રહે છે.

આ પ્રસંગે, સર્વશ્રી પી ડી અગરવાલજી, સત્યવતીબેન અગરવાલ, ડો.સુધીરભાઈ ભીમાણી, રમેશભાઈ જુણેજા, મયુરભાઈ શાહ, મહેન્દ્રસિંહ ઝાલા, કોચ ભાવિકભાઈ અગરાવત, પુષ્કરભાઈ રાવલ, કોચ રાજીવભાઈ, અરવિંદભાઈ જોષી, અશોકકપુર, તેજસ ગોરસિયા, જતિન માધાણી, હિરેન માધાણી, સોનારા સાગર, જતિનભાઈ ગગલાણી, તરંગ, કુલદીપ જોબનપુત્રા, હાંડા વિશાલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:58 pm IST)
  • મેસેજ મોકલવા માટે ગ્રાહકોની સહમતી ફરજીયાત: અનિચ્છનીય ફોન કોલ્સ અને મેસેજથી પરેશાની હવે ખતમ થઇ શકે છે :ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પરેશાન કરનારા કોલ્સ અને સ્પામને લઇને નવા નિયમોની જાહેરાત કરી:ટેલીમાર્કેટિંગ મેસેજ મોકલવા માટે ગ્રાહકોની સહમતી ફરજીયાત કરી દેવાઇ છે. access_time 12:02 am IST

  • ડાંગમાં સાર્વત્રિક વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ :કોઝવે પર પાણી ભરાતા છ ગામોને હાલાકી : ડાંગમાં પડેલા સાર્વત્રિક વરસાદને લઈને અંબિકા નદીમાં પુરની સ્થિતિ જોવા મળી રીહી છે. જિલ્લા બે કોઝ-વે પરથી પાણી વહી રહ્યા છે. કોઝ વે પર પાણી ભરાતા છ ગામોને અસર થઈ છે.કુમાર બંધ ના કોઝ વે પર છેલ્લા છ દિવસથી પાણી વહી રહ્યું છે access_time 1:56 pm IST

  • હવે બે દિવસ વરાપ રહેશેઃ કયાંક છૂટો છવાયો વરસી જાયઃ છેલ્લા કેટલાક દિવસોથી મેઘાવી માહોલ જોવા મળ્યો હતોઃ દરમ્યાન આજે ઘણા દિવસો બાદ રાજકોટ શહેરમાં સવારે સૂર્યનારાયણે દર્શન દીધા છેઃ હવામાન વિભાગ કહે છે હવે બે દિવસ વરાપ જોવા મળશે સિવાય કે એકાદ બે જગ્યાએ હળવો વરસી જાયઃ બે દિવસ બાદ એટલે કે ૨૧મીએ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશેઃ જેની અસર સૌરાષ્ટ્રમાં ૨૩-૨૪ જુલાઈના જોવા મળશે access_time 11:36 am IST