Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

'દીકરાનું ઘર' પરિવારના તેજસ્વી છાત્રોને પારિતોષિક

રાજકોટ : ઢોલરા ખાતે આવેલ 'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમ પરિવાર સાથે સંકળાયેલ સદસ્યોના તેજસ્વી છાત્રો કે જેમણે ધો.૧૦ અને ધો.૧૨ માં તેજસ્વીતા પુરવાર કરી હોય તેઓને પારિતોષિક આપી સન્માનીત કરવાનો એક કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. આ પ્રસંગે ઇન્ડીયન મેડીકલ એસો.ના પ્રમુખ ડો. ચેતન લાલસેતા, શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલ, મહામંત્રી અવધેશભાઇ કાનગડ, બ્રહ્મસમાજના અગ્રણી શિક્ષણશાસ્ત્રી દર્શિતાબેન જાની, તપસ્વી સ્કુલના યુવા સંચાલક અમીષભાઇ દેસાઇ સહીતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી આ ઘર દિવડાઓને અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે 'દીકરાનું ઘર' પરિવારના ગૃહમાતા તરીકે ૨૩ વર્ષની સેવા આપી સ્વર્ગસ્થ થયેલ પન્નાબેન પ્રફુલચંદ્ર પરીખને યાદ કરી બે મીનીટ મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી. મહેમાનોનું શાબ્દીક સ્વાગત સુનીલ વોરાએ અને અંતમાં આભારવિધિ દર્શન ઉપેનભાઇ મોદીએ કરેલ. સમગ્ર સંચાલન મુકેશ દોશીએ સંભાળ્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા પ્રતાપભાઇ પટેલ, અનુપમ દોશીના માર્ગદર્શન હેઠળ નલીન તન્ના, હાર્દીક દોશી, હસુભાઇ રાચ્છ, શૈલેષ દવે, હરેશભાઇ પરસાણા, કેતન મેસવાણી, કાશ્મીરા દોશી, પ્રિતી વોરા, નિશા મારૂ, કિરેન છાપીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:43 pm IST)