Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ઇન્ટરનેટ-સોશિયલ મિડિયામાં ટીનેજર્સ-યુવતિઓને ચાલાકીથી ફસાવતા સાઇબર ક્રિમિનલોથી સાવધાન રહોઃ ઓછા અક્ષરના પાસવર્ડ હેક થઇ શકે

સિનિયર સિટીઝન, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટેના સાયબર ક્રાઇમ સેમિનારમાં નિષ્ણાંતો દ્વારા સાયબર ક્રિમીનલોથી બચવા અપાઇ મહત્વની ટીપ્સ : ગણતરીની સેકન્ડોમાં હેક થઇ શકતાં ઓછા અક્ષરના પાસવર્ડને બદલે લોઅરકેસ-અપરકેસવાળા શબ્દો સાથે ૧૦ અક્ષરનો પાસવર્ડ રાખવો જોઇએઃ આજના જમાનામાં આ માધ્યમથી મહિલાઓને સરળતાથી હેરાન પરેશાન કરવામાં આવતી હોવાથી તેઓ વધુમાં વધુ જાગૃત બનેઃ શહેર પોલીસ દ્વારા યોજાયેલા સેમિનારમાં તજજ્ઞોનું મંતવ્ય : ટીનેજર્સ છોકરીઓ, કોલેજગર્લ, યુવતિઓ, મહિલાઓના ડેટા ચોરી તેમના ફોટો મોર્ફ કરી બદનામ કરવાની હલકી હરકતો, ફેક ફેસબૂક આઇડી દ્વારા ખોટી ઓળખ ઉભી કરી સોશિયલ મિડીયા માધ્યમથી નજીક જઇ થઇ રહેલા શારીરિક માનસિક શોષણ સામે ધરવામાં આવી લાલબત્તી

આજે હેમુ ગઢવી નાટ્ય ગૃહ ખાતે શહેર પોલીસ આયોજીત સાયબર ક્રાઇમ જાગૃતિ વર્કશોપમાં ઉપસ્થિત ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના એડી. ડિરેકટર હિતેષ સંઘવી, મેંગ્લોર સાઇબર સિકયુરીટી ટ્રેનર અને લેખક અનંત પ્રભુ, સાઇબર સિકયુરીટી તજજ્ઞ કૃપાલી જોષી, રાજસ્થાનના મુકેશ ચોૈધરી, જીટીયુના દિપક ઉપાધ્યાય, અમદાવાદના મનન ઠક્કર સહિતના નિષ્ણાંતો દ્વારા સેમિનારનું દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારની તસ્વીરમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા તજજ્ઞો નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરતાં ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા તથા એસીપી જે. એસ. ગેડમ તથા એસીપી એસ.આર. ટંડેલ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સાયબર નિષ્ણાંતોનું અભિવાદન થતું નજરે પડે છે. નીચેની તસ્વીરમાં હકડેઠઠ્ઠ ભરાયેલો હોલ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯: આજના આધુનિક યુગમાં ઇન્ટરનેટ અને સોશિયલ મિડીયાનો ઉપયોગ મહત્તમ બન્યો છે ત્યારે આ માધ્યમ જેટલુ ઉપયોગી છે તેટલુ જ ખતરનાક પણ નિવડી રહ્યું છે. વિદ્યાર્થીનીઓ, યુવતિઓ, મહિલાઓની પજવણી કરવા માટે સાયબર ક્રિમિનલો આ માધ્યમનો એક હાથવગા હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં મહિલાઓની સલામતિ અંગે આ મુદ્દો ગંભીર બની ગયો છે ત્યારે આજે હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અને મહિલા સલામતિ ઉપર યોજાયેલા માહિતપ્રદ સેમિનારમાં નિષ્ણાંતોએ સાયબર ક્રિમિનલોથી બચવા માટે અત્યંત મહત્વની માહિતીઓ આપી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં સ્કૂલ ગર્લ્સ, કોલેજીયન યુવતિઓ, મહિલાઓ, સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલી-વણજોડાયેલી મહિલાઓ અને જુદા-જુદા સામાજીક ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ અને આમનાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

 આ સેમિનારમાં મેંગલોરના તજજ્ઞ ડો. અનંત પ્રભુએ જણાવ્યું કે,ઙ્ગઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના આજના જમાનામાં મહિલાઓની હેરાન કરવાના રસ્તા બદલાય છે. પણ જો થોડી સાવચેતી તથા સલામતી રાખવામાં આવે તો ડિઝીટલ જમાનો સારો અને સવલતભર્યો છે.

ઇન્ટરનેટ વર્લ્ડમાં એવા પણ હેકર કાર્યરત છે,ઙ્ગત્રણ મિટર દૂરથી લેવામાં આવેલી તમારી તસવીરના આધારે તમારા ફિંગર પ્રિન્ટ લઇ શકે છે. આવો કિસ્સો જર્મનીમાં બન્યો હતો. એટલે આપણે આપણી તસવીરો લેવામાં કે તેને સોશ્યલ મીડિયા પર અપલોડ કરવામાં તકેદારી રાખવી જોઇએ.

કેટલીક એપ્લિકેશન એવી છે કે જે કેમેરા એકસેસ માંગી લે છે અને તેના થકી તમારા મોબાઇલ ફોનના કેમેરા યુઝર્સને ખબર ના પડે એમ ચાલું કરી શકે છે. સ્ટેગ્નોગ્રાફિક મેસેજ આજે બહુ વાયરલ થાય છે. એટલે કે,ઙ્ગકોઇ તસવીરમાં એવી રીતે શેર થાય કે,ઙ્ગતે તસવીર શેર નહીં કરો તો પાપ લાગશે કે કોઇ નુકસાન થશે. આવી તસવીરોમાં ટ્રોઝન માલવેર છૂપાયેલા હોય છે. જે તમારા ફોનના કેમેરા ઓનઓફ કરી શકે છે. ફોન ગેલેરી હેક કરી શકે છે. આવા કિસ્સામાં મહિલાઓના અંગત ફોટાઓ લઇ લેવામાં આવે અને તેને વિકૃત રીતે સરકયુલર કરી દેવામાં આવે છે. આવી બાબતોથી બચવા કેમેરા કવરનો ઉપયોગ કરવો હિતાવહ છે. જેથી ભૂલથી પણ કોઇ માલવેર મોબાઇલમાં આવી જાય તો કેમેરાથી કશું કેપ્ચર ના થઇ શકે.

શ્રી પ્રભુએ રિચાર્જ ફ્રોડ અંગે માહિતી આપતા કહ્યું કે,ઙ્ગકોઇ મહિલા જયારે,ઙ્ગપોતાના મોબાઇલ ફોનનું રિચાર્જ કરાવવા માટે જાય ત્યારે,ઙ્ગરિચાર્જ કરાવવા વાળી વ્યકિત તેનો મોબાઇલ નંબર લઇ લે છે અને બાદમાં તેને પરેશાન કરે છે. દ્યણી વખત એવું પણ બને છે કે ફોન રિપેર કરાવવા વાળા પણ મોબાઇલ ડેટા ચોરી લે છે અને તેનો વિકૃત ઉપયોગ કરે છે. આનાથી બચાવા બને ત્યાં સુધી ઓનલાઇન રિચાર્જ કરાવી લેવાય અને વિશ્વાસપાત્ર,ઙ્ગઓથોરાઇઝડ કંપની પાસે જ મોબાઇલ રિપેર કરાવવા જોઇએ.

વિડીઓ ચોરાવાના બનાવમાં ડીપ ફેકિંગ થતું હોય છે. એટલે કે,ઙ્ગવિડીઓ એવી રીતે એડિટ કરવામાં આવે છે કે તેમાં બીજી જ કોઇ વ્યકિતનો ચહેરો મૂકી દેવામાં આવે છે અને આવા વિડીઓ વિકૃત વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવે છે. અથવા તો ભોગ બનનારી મહિલાનું ઉત્પીડન કરવામાં આવે છે. તેમણે ઓનલાઇન ડેટિંગથી બચવા માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે એક મહત્વપૂર્ણ વાત જણાવતા કહ્યું કે,ઙ્ગજેમ પાસવર્ડ નાનો એમ તે ઓછા સમયમાં હેક કરી શકાય છે. ઓછા અક્ષરના પાસવર્ડ માત્ર ગણતરીની સેકંડમાં હેક થઇ શકે છે. સલામતી માટે લોઅરકેસ અપરકેસ વાળા શબ્દો સાથે દસ શબ્દોનો પાસવર્ડ રાખવો જોઇએ.

ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના અધિક નિયામક શ્રી હિતેશ સંદ્યવીએ કહ્યું કે,ઙ્ગઇવ ટિઝિંગ,ઙ્ગછેડતી,ઙ્ગભૃણહત્યા,ઙ્ગઅપહરણ,ઙ્ગજાતીય હુમલા,ઙ્ગએસીડ ફેંકવા,ઙ્ગદહેજ સંબંધી ગુનાઓનો ભોગ મહિલાઓ બને છે. હવે,ઙ્ગડિઝીટલ યુગમાં મહિલાઓને પરેશાન કરવામાં આવે છે. ફેકઆઇડી બનાવી મહિલાઓને પરેશાન કરવામાં આવે છે. વિકૃત તસવીરો સોશ્યલ મીડિયામાં શેર કરી દેવામાં આવે છે. તેની સામે રાજય સરકારે હવે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કર્યા છે. વિવિધ પદ્ઘતિઓના ઉપયોગ થકી અપરાધીઓને પકડી લેવામાં આવે છે.

આ વેળાએ રાજકોટ શહેર સાયબર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરીનું પીપીટીના માધ્યમથી નિદર્શન કરવામાં આવ્યું હતું.

ઉકત વકતાઓ ઉપરાંત શ્રી મુકેશ ચૌધરી,ઙ્ગશ્રી મનન ઠક્કર,ઙ્ગશ્રી દીપક ઉપાધ્યાય,ઙ્ગશ્રી કૃપાલી જોશીએ માર્ગદર્શન આપ્યું છે.

સેમિનારમાં પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ,ઙ્ગઅધિક પોલીસ કમિશનર શ્રી અજય ચૌધરી,ઙ્ગનાયબ પોલીસ કમિનર શ્રી રવિ મોહન સૈની,ઙ્ગશ્રી મનોહરસિંહ જાડેજા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:11 pm IST)