Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

રાજકોટની પટેલ ઓટોમોબાઇલ્સ પેઢીને વ્યાજ સહિતની રકમ ચુકવવા કોર્ટનો હુકમ

ખરીદેલ માલની રકમ નહિ ચુકવતા લેણી રકમના દાવામાં

રાજકોટ તા.૧૯ : ખરીદેલ માલની રકમ ન ચુકવતા થયેલ લેણી રકમના દાવામાં રાજકોટની મે. પટેલ ઓટો મોબાઇલ્સ પેઢીને વ્યાજ સહીત રકમ ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, વાદી મે. રોયલ એજન્સીઝ, ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટના પાસેથી પ્રતિવાદી મે. પટેલ ઓટોમાબઇલના પ્રોપ્રાઇટર બાબુભાઇ પોલાભાઇ ડોબરીયા, અમદાવાદ નેશનલ હાઇવે, ઓડીના શો રૂમની બાજુમાંં, નવાગામ, રાજકોટ વાળાએ ઓઇલ, ગ્રીસ વિગેરેની ખરીદી કરી માલની રકમ નહી ચુકવતા મે. રોયલ એજન્સીઝના જયભાઇ રમણીકભાઇ હદવાણીએ રાજકોટના સ્મોલ કોઝ કોર્ટમાં મે. પટેલ ઓટોમોબાઇલના પ્રોપ્રાઇટર બાબુભાઇ પોલાભાઇ ડોબરીયા સામે માલ વેચાણની રૂ. ૧,૬ર,૪૦૬ ની લેણી રકમ ર૪ ટકા વ્યાજ સહીતની વસુલવા દાવો કરેલ હતો.

આ દાવો કોર્ટમાં ચાલી જતા કેસની હકીકતો ધ્યાને લઇ અને વાદી પેઢી મે. રોયલ એજન્સીઝએ રજુ કરેલ વેચાણ બીલો, આધાર-પુરાવાને માન્ય રાખી, દલીલો ધ્યાને લઇ કોર્ટે પ્રતિવાદી મે. પટેલ ઓટોમોબાઇલના પ્રોપ્રાઇટર બાબુભાઇ પોલાભાઇ ડોબરીયાને વાદી પેઢી મે, રોયલ એજન્સીની મલ વેચાણની લેણી રકમ રૂ.૧,૬ર,૪૦૬ તાત્કાલીક ચુકવી આપવાનો હુકમ કરતા કોર્ટે પરીસરમાં ચર્ચાનો વિષય બની ગયેલ.

ઉપરોકત કામમાં વાદી પેઢી મે. રોયલ એજન્સીઝ વતી રાજકોટના એડવોકેટ હિરેન કે.રૈયાણી રોકાયેલ હતા.

(3:09 pm IST)