Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ઘરફોડ અને વાહન ચોરીના ગુન્હામાંસામેલ ભુરો સિંધવ પાસામાં ધકેલાયો

રાજકોટ તા. ૧૯: શહેરમાં ઘરફોડ અને વાહન ચોરીના અનેક ગુન્હામાં સામેલ સરાણીયા શખ્સને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દીધો છે. મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં અગાઉ ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુન્હામાં ભકિતનગર પોલીસ મથકમાં ભુરો શામજીભાઇ સિંધવ (ઉ.વ. ર૧) (રહે. મોરબી રોડ પુલ પાસે ઝુપડામાં) પકડાયો હતો. આ સરાણીયા શખ્સને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઇસ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી. કે. ગઢવી તથા પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડ કોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, મહેશભાઇ જોગડા તથા હોમગાર્ડના હાર્દિકભાઇ સહિતે મોરબી રોડ પુલ પાસે ઝુપડામાં રહેતો ભુરો શામજીભાઇ સિંધવ (ઉ.વ.ર૧) ની પાસા હેઠળ અટકાયત કરી વોરંટની બજવણી કરી તેને અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે.

(3:08 pm IST)