Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ભગીરથ સોસાયટીમાં વિપુલ ભરવાડના મકાનમાં દરોડોઃ જુગાર રમતા ૭ ઝડપાયા

મકાન માલીક વિપુલ તથા બાબુ, અજય, ભાવેશ, વલકુ, મુકેશ અને અશ્વીનની ધરપકડ

રાજકોટ તા. ૧૯: સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતો ભરવાડ શખ્સ જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરમાં દારૂ-જુગારની પ્રવૃતીને નાબુદ કરવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર અજયકુમાર ચૌધરી તથા ડીસીપી રવિમોહન સૈનીએ સૂચના આપતા બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી. જે. ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ એસ. ડી. પાદરીયા, હેડ કોન્સ. વિરમભાઇ ધગલ, મોહસીનખાન, મનોજભાઇ, એભલભાઇ, કિરણભાઇ, કેતનભાઇ, હંસરાજભાઇ, મહેશભાઇ તથા હરપાલસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. મોહસીનખાન, કિરણભાઇ અને મહેશભાઇ ચાવડાને મળેલી બાતમીના આધારે સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી શેરી નં. ૧૧ માં રહેતો વિપુલ ચનાભાઇ મકવાણા (ઉ.૩ર)ના મકાનમાં દરોડો પાડી તીનપતિનો જુગાર રમતા મકાન માલિક વિપુલ મકવાણા તથા ભગીરથ સોસાયટીનો બાબુ વાઘજીભાઇ જખવાડીયા (ઉ.૩૩), અજય ભાનુભાઇ ભાલીયા (ઉ.ર૧), ભાવેશ પ્રવિણભાઇ કોળી (ઉ.ર૧), વલકુ નજકુભાઇ બસીયા (ઉ. ૩૦), મુકેશ લક્ષ્મણભાઇ મકવાણા (ઉ.૩૩) અને મનહર સોસાયટી-રના અશ્વીન ધિરજભાઇ પલાણ (ઉ.વ.રર) ને પકડી લઇ રૂ. રપ૪પ૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:08 pm IST)