Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

રાજકોટ નજીક કુવાડવા પાસે બે કલાકમાં હિટ એન્ડ રનની બે ઘટના : બે લોકોના કરૂણ મોત

ધમલપુર પાસે બોલેરોએ અડફેટે લેતા અને જીઆઇડીસી પાસે કાર ચાલકની ટક્કરે બાઇક ચાલકોના મોત

રાજકોટના કુવાડવા પાસે એકી સાથે બે હિટ એન્ડ રનની ઘટના બની.ધમલપુર પાસે બોલરોએ બાઇકને હડફેટે લેતા 45 વર્ષના યુવાનનું મોત થયું હતું .જયારે જીઆઇડીસી પાસે એક કાર ચાલકે બાઈક સવારને હડફેટે લેતા 52 વર્ષના વૃધ્ધનું મોત થયું.

 માત્ર બે કલાકના સમય ગાળામાં હિટ એન્ડ રનનાં બે બનાવ બન્યા હતા.જોકે બંને બાઇકમાં અન્ય સવાર લોકોને સામન્ય ઇજા પહોંચી હતી.કુવાડવા પોલીસે બન્ને ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

(1:04 pm IST)